BREAKING NEWS

ગુજરાતીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો....જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલમાં ભારે વરસાદ સાથે બરફવર્ષા

  • October 21, 2025 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાલયન રિજીયનને ભારે પ્રભાવિત કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે અને તેની અસરના ભાગરૂપે હિમાચલ પ્રદેશમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વર્ષા અને બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં રાજકોટ નલિયા જેવા સેન્ટરોમાં ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ સિસ્ટમના કારણે હવે ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઠંડી આગામી દિવસોમાં વધશે, આ ઉપરાંત બિહાર હિમાચલ પ્રદેશ અને વિદર્ભમાં પણ તેની અસર જોવા મળશે. હિમાચલ પ્રદેશના ઉનામાં આજનું લઘુતમ તાપમાન માત્ર 12 ડિગ્રીનું છે જે ચાલુ સિઝનમાં સમગ્ર દેશમાં સૌથી નીચું છે.


ગુજરાતની વાત કરીએ તો આજે નલિયામાં 19.4 પોરબંદરમાં 20.6 રાજકોટમાં 21.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું છે. જ્યારે ગઈકાલના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો કંડલામાં 37.4 વેરાવળમાં 37 પોરબંદરમાં 36.2 અને રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.


દરમિયાનમાં આજે સવારે 5:30 વાગ્યે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે, અરબી સમુદ્રની આ સિસ્ટમ વેસ્ટ દિશા તરફ ગતિ કરે છે અને આગામી 24 કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. બંગાળની ખાડીની સિસ્ટમ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરે છે અને તે 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. આ બંને સિસ્ટમના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application