હમાસે ઇજિપ્તના યુદ્ધવિરામ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. ઇજિપ્તે આ પ્રસ્તાવ બે દિવસ પહેલા જ રજૂ કર્યો હતો. નવા પ્રસ્તાવમાં, હમાસ 5 બંધકોને મુક્ત કરશે. સીએનએનએ હમાસના સ્ત્રોત પાસેથી મળેલી માહિતીના આધારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. ઇજિપ્તનો નવો પ્રસ્તાવ અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફના પ્રસ્તાવ સાથે મેળ ખાય છે. હમાસ મૃતદેહો સોંપશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
હમાસના વડાએ શું કહ્યું?
ગાઝામાં હમાસના વડા ખલીલ અલ-હય્યાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે: "અમારા લોકો અને પરિવારો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં, અમે યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી તમામ દરખાસ્તો પર જવાબદારીપૂર્વક અને સકારાત્મક રીતે કાર્ય કર્યું છે. થોડા દિવસો પહેલા, અમને અમારા મધ્યસ્થી ભાઈઓ તરફથી એક પ્રસ્તાવ મળ્યો હતો. અમે સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને તેને મંજૂરી આપી."
ઇઝરાયલે વળતો પ્રસ્તાવ મોકલ્યો
શનિવારે રાત્રે, ઇઝરાયલે પુષ્ટિ કરી કે તેને ગાઝામાં યુદ્ધવિરામ માટે એક નવો પ્રસ્તાવ મળ્યો છે. અમે મધ્યસ્થી કરનારા દેશોને વળતો પ્રસ્તાવ મોકલ્યો છે. ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર, અમેરિકા સાથે સંપૂર્ણ સંકલન પછી પ્રતિ-પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ઇઝરાયલના સરકારી ન્યૂઝે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત શરતો હેઠળ હમાસ ગાઝામાં ૫૦ દિવસના યુદ્ધવિરામના બદલામાં તેના ૫૯ બંધકોમાંથી કેટલાકને મુક્ત કરશે.
સંરક્ષણ પ્રધાને હમાસને ચેતવણી આપી
ઇઝરાયલે પોતાના પ્રસ્તાવમાં પાંચ બંધકોને મુક્ત કરવાના બદલામાં ગાઝામાં યુદ્ધવિરામની વાત કરી છે. બીજી તરફ, સીએનએનના અહેવાલ મુજબ, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હમાસને ચેતવણી આપી હતી કે બંધકોને મુક્ત ન થાય ત્યાં સુધી ઇઝરાયલ ગાઝાના કેટલાક ભાગોમાં તેની હાજરી જાળવી રાખશે.
ઇઝરાયલી સેના ગાઝામાં કાર્યવાહીમાં રોકાયેલી
આ મહિનાની શરૂઆતમાં ઇઝરાયલે ગાઝામાં પોતાનું લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી. ઇઝરાયલે કહ્યું છે કે 24 બંધકો મુક્ત ન થાય ત્યાં સુધી તેના સૈનિકો ગાઝામાં રહેશે. બીજી તરફ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે તેના સૈનિકોએ દક્ષિણ ગાઝાના રફાહમાં અલ જાનિના વિસ્તારમાં નવા ભૂમિ ઓપરેશન શરૂ કર્યા છે. તેનો ઉદ્દેશ્ય સુરક્ષા ક્ષેત્રનો વિસ્તાર કરવાનો છે. આ કાર્યવાહી દરમિયાન હમાસના આતંકવાદી માળખાનો નાશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech