BREAKING NEWS

દંડાથી સમજનાર લોકોને કાગળમાં સમજ પડે? વ્યાજના રાક્ષસો સામે બચીને રહેજોઃ હર્ષ સંઘવી

  • October 15, 2026 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે શાપર ખાતે નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારી (DySP) ની અધ્યતન કચેરીનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. બાદમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 100 કરોડથી વધુની જમીન ખેડૂતોને પાછી અપાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દંડાથી સમજનાર લોકોને કાગળમાં સમજ પડે? વ્યાજના રાક્ષસો સામે બચીને રહેજો.


વધુમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ જિલ્લા પોલીસનો આભાર માનવા આવ્યો છું. આ એક એક ખેડૂત ખેતીમાં કાળી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમાં વ્યાજે રૂપિયા લેવા પડે અને વ્યાજે રૂપિયા વિશ્વાસથી જ્યારે કોઈ પાસેથી લે છે ત્યારે તેની આખી જિંદગીની મૂડી પોતાની ખેતીની જમીન ફાઈલો પર સાઈન કરી આપી દેતા હોય છે. પરંતુ આ વ્યાજના દૂષણખોરો સામે અનેક વર્ષોથી અભિયાન નથી ચલાવતા પણ સરકારે નક્કી કર્યું છે કે આ વખતે આરપારની લડાઈ લડી લેવાની છે. 


વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પોલીસે નવો ઈતિહાસ રચ્યો છે. 2017માં વ્યાજના દૂષણખોરોએ ખોટી રીતે સાઈન કરાવી ખેડૂતોની જમીન પચાવી પાડી હતી. વર્ષોથી યાતના ભોગવતા ખેડૂતોને મુક્તિ મળી છે. આપણા ગરીબ ખેડૂતો કોર્ટના ધક્કા ખાવા, વકીલોની ફી ભરવી કે પોતે ખોવાયેલી વસ્તુઓ પાછી મેળવવી આમાંથી કોઈ વસ્તુમાં સૂઝ પડતી નથી. રાજકોટ જિલ્લા પોલીસે 100 કરોડથી વધુની જમીન પાછી અપાવવામાં સફળતા હાંસલ કરી છે. દંડાથી સમજનાર લોકોને કાગળમાં સમજ પડે ક્યારેય? તેવો લોકોને હર્ષ સંઘવીએ સવાલ કર્યો હતો. 


વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે પોતાની શક્તિનો સાચો ઉપયોગ આ રીતે કરવો જ જોઈએ. રાજકોટ અને સુરેન્દ્ર જિલ્લામાં મંદિરની જગ્યા હતી તે ગરીબ ખેડૂતની હતી અને તે પાછી અપાવવામાં પોલીસે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ખેડૂતોને તેમની જમીન પાછી અપાવી આખા દેશના ઈતિહાસમાં આટલો મોટો ન્યાય ક્યારેય નહીં અપાયો હોય. વ્યાજખોરો, વ્યાજના રાક્ષસો સામે બચીને રહેજો. કોરા કાગળમાં સહી કરાવવા આવે તો દૂર રહેજો. તમારી જિંદગીને નર્ક કરનારા આ લોકો છે. ભવિષ્યની અંદર ન્યાય અપાવવો મુશ્કેલ પડે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application