રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે. હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર(આવતીકાલે શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી આગામી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે. આ અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે.
પાક નુકસાની સહાય માટે કેવી રીતે અરજી કરવી?
તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવી
ઓનલાઈન અરજી માટે એક પણ પૈસા આપવાના નથી
ઓનલાઈન અરજી માટે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવા
અરજીની તારીખે અરજદાર ખાતા ધોરક હોવો જરૂરી
ગામ નમૂના નં.8-અ
તલાટીનો વાવેતરનો દાખલો
ગામ નમૂના નં. 7-12
આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેંક અકાઉન્ટ નંબર
IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબૂકની કોપી
સંયુક્ત ખાતાના કિસ્સામાં શું થશે?
અન્ય ખાતેદારોની સહીવાળું ના- વાંધા અંગેનો સંમતિ પત્ર
ખાતેદારના મૃત્યુના કિસ્સામા વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવું પડશે
સહાયની ચૂકવણી PFMS/ RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં થશે
ખાતામાં એકથી વધુ ખેડૂતનો સમાવેશ થતો હોય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળશે
ફોરેસ્ટ રાઇટ એક્ટ (FRA) હેઠળ નોટીફાઈડ જિલ્લાઓમાં વન અધિકાર પત્ર (સનદ) મેળવેલ હશે તેને પણ સહાયનો સાભ મળશે
કેટલી સહાય મળશે?
આ સહાય બે હેક્ટરની મર્યાદામાં મળશે
હેક્ટર દીઠ 22 હજાર એટલે કે 44 હજાર આર્થિક સહાય મળવાપાત્ર
કેટલા અને ક્યાં ખેડૂતોને સહાયનો લાભ મળશે
251 તાલુકાના 16500 ગામના તમામ ખેડૂતોને લાભ મળશે
સર્વે ન થયો હોય તો પણ ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે
પિયત, બિનપિયત અને બાગાયતી પાક લેતા તમામ ખેડૂતોને સમાન વળતર મળશે