BREAKING NEWS

રાજકોટમાં ઝગડો થતા પત્ની વતનમાં જતી રહી, પરત ન ફરતા પતિએ કર્યો આપઘાત

  • October 03, 2025 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આત્મહત્યા અને તેમાં પણ ખાસ કરી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેવાના બનાવ સતત વધી રહ્યા છે, સરેરાશ રાજકોટમાં દરરોજના બે થી ત્રણ આપઘાતના કિસ્સા બની રહ્યા છે. આ માટેનું કારણ માત્રને માત્ર ક્ષણિક આવેશ અને વિચારો તેમજ સહનશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ એક યુવાને આત્મહત્યા કરી જિંદગીને અલવિદા કરી દીધી હતી.


શહેરના આકાશવાણી ચોક નજીક ભગતસિંહજી ગાર્ડન પાછળ આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતો સંદીપ રામસિંગ પરિહાર (ઉ.વ.22)એ રાત્રીના અગ્યારેક વાગ્યે ઘરે એકલો હતો ત્યારે પંખામાં ચાદર બાંધીફાંસો ખાઈ લીધો હતો. નાનોભાઈ અર્જુન ઘરે આવીને નાનાભાઈને લટકતી હાલતમાં જોતા જ બુમાબુમ કરી મુકતા પડોશીઓ સહિતના દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને કરતા પોલીસ સ્ટાફે સિવિલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

આપઘાત કરનાર મૂળ નેપાળનો વતની હતો અને રાજકોટમાં હોટેલમાં કુક તરીકે કામ કરતો હતો. સંતાનમાં એક પુત્ર છે જે નેપાળમાં રહે છે. ચારેક દિવસ પહેલા પત્ની ભૂમિકા સાથે કોઈ બાબતે ઝગડો થતા તે વતન નેપાળમાં ચાલી જતાં તેને પરત આવવા માટે ફોનમાં કહેવા છતાં તેણીએ આવવાની ના પાડી દીધી હતી. આ વાતનું લાગી આવતા સંદીપે પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application