BREAKING NEWS

રાજકોટમાં દીકરીનો જન્મ થતાં પતિને પસંદ ન પડતા પૂર્વ પ્રેમિકા સાથે ફરી સંબંધ રાખવા લાગ્યો

  • May 07, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ માવતરના ઘરે ઓમનગરમાં રહેતી અમદાવાદની પરિણીતાએ દીકરીને જન્મ આપતા પતિ અને સાસરિયાને સારું ન લાગતા ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેની શંકા જતા ફોન ચેક કરતા કોલ હિસ્ટ્રી જોવા મળી હતી જે બાબતે સાસરિયામાં પતિનું સાથ આપ્યો હતો. આથી પરીણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


૧૫૦ ફૂટ રીંગ રોડ ઓમનગરમાં રહેતી જ્યોતિબેન(ઉ વ ૩૦)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ નિશિત સભાયા, સાસુ ગીતાબેન, સસરા સવજીભાઈ (રહે અમદાવાદ) અને નણંદ સુરભીબેન પનસારા(રહે જામનગર) નામ આપી જણાવ્યું હતું કે, તેમના લગ્ન ૨૦૨૨ માં નિશિત સભાયા સાથે થયા હતા. પતિ અને સસરાને બિઝનેસ હોવાથી લગ્નના થોડા સમય બાદ અમદાવાદ રહેવા જતા રહ્યા હતા. જ્યાં પતિના ફોનમાં કેન આઈ કોલ યુ એવો મેસેજ વાંચતા પતિને પૂછતા જણાવ્યું હતું કે આ જૂની ગર્લફ્રેન્ડ નો મેસેજ છે. ફોન ચેક કરતા કોલ હિસ્ટ્રી ડીલીટ કરેલી જોવા મળી હતી. થોડા સમય બાદ પતિ દારૂ પી ઘરે આવતો હોવાથી પરિણીતા એ દારૂ પીવાની ના પાડતા ઝઘડો કર્યો હતો. દારૂ પીને ઝઘડો કર્યા બાદ માર પણ મારવા લાગતા સાસુને ફોન કરી જાણ કરતા સાસુએ કહ્યું હતું કે હું તેને સમજાવી દઈશ. માર્ચ ૨૦૨૪માં જામનગર રહેતા મોટા સસરાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હોવાથી તેમની ઘરે સાત દિવસ રોકાયેલા હતા જ્યાં પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા સાસુ સસરા અને નણંદને વાત કરી હતી. ત્યારે તેઓએ પતિનો પક્ષ લીધો હતો.


જ્યારે પરિણીતા એ પતિને કહ્યું કે તમારા અફેર વિશે ઘરમાં જાણ કરી છે ત્યારે પતિએ કહ્યું કે તારે જેને કહેવું હોય તેને કહી દેજે તેમ કહી માર માર્યો હતો. નણંદ ઘરે અમદાવાદ આવતી ત્યારે સાસુ સસરા અને પતિને કાન ભરતા પરિણીતાને વધારે ત્રાસ આપવા લાગ્યા હતા. છ મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારે પરિણીતા માવતરના ઘરે રાજકોટ આવી હતી. પતિએ ઓફિસમાં એકાઉન્ટ તરીકે યુવતીને રાખી હતી અને આખો દિવસ તેની બાજુમાં જ બેસી રહેતો ત્યાર પરિણીતાએ તેને આનું કારણ પૂછ્યું ત્યારે પતિએ કહ્યું કે તેને બિલ બનાવતા આવડતું નથી ભૂલ કરે છે એટલે બાજુમાં બેસવું પડે છે. પતિ પર શંકા જતા પરિણીતાએ ફોન ચેક કરતા ઓફિસની યુવતી અને પૂર્વ પ્રેમિકા સાથે ફોન અને મેસેજમાં વાત કરેલી જોવા મળી હતી. પૂર્વ પ્રેમિકાની મેસેજની પણ હિસ્ટ્રી જોવા મળી હતી. આ બાબતે ઝઘડો થતાં પતિએ પરિણીતાને કહ્યું કે તુ આબોર્શન કરાવી નાખ પરણીતા એ ના પાડતા તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દીકરીનો જન્મ થતા સારું ન લાગતા પતિ સહિતના સાસરીયા પક્ષ પરિણીતા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દીકરીના જન્મ બાદ પણ પતિને ઓફિસની યુવતી સાથે સંબંધ ચાલુ હતા. જે વાતની યુવતીના ફિયોન્સને જાણ થતા ઓફિસે આવે પતિને ધમકાવ્યો હોવાની પતિએ પરીણિતાને વાત કરી હતી. સાસરિયામાં પ્રસંગ હોવાથી પતિ પરિણીતાને તેડવા આવ્યો ત્યારે ચાર દિવસ રોકાયો હતો ત્યારે પણ દારૂ પીને ધમાલ કરતો હતો. પ્રસંગ પૂરો થયા બાદ પરિણીતાના પિતા તેને માવતર તેડી ગયા હતા. આજ દિવસ સુધી સમાધાન કરવાના પ્રયત્નો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application