BREAKING NEWS

આને ઘરમાં ન રખાય, મારી નખાય તેમ કહી પતિ, સાસુ-સસરાએ પરિણીતાને માર માર્યો

  • May 08, 2026 09:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ હાલ માવતરના ઘરે ઢોલરા રહેતી પરિણીતાને રાજકોટના આનંદનગરમાં રહેતા પતિ, સાસુ, સસરા, નણંદ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આને ઘરમાં ન રખાય મારી નખાય તેમ કહી સાસુ સસરાએ માર માર્યો હતો. મોટી બહેન તેડવા આવી ત્યારે સાથે ન મોકલી પિતા આવ્યા ત્યારે માવતરે મોકલી ન હતી.હાલ માવતરના ઘરે લોધીકાના ઢોલરા ગામે રહેતા તુપ્તિબેન ભટ્ટી એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદનગર કોલોની કવાર્ટર ખોડીયાર ચોકમાં રહેતા પતિ હિતેન, સાસુ ચંદ્રિકાબેન, સસરા જેન્તીભાઈ, નણંદ દર્શનાબેનનું નામ આપી જણાવ્યું હતું કે,તેમના લગ્નને ૧૪ વર્ષ થયા છે. સંતાનમાં ૧૨ વર્ષનો અને દોઢ વર્ષનો દીકરો છે. ઘર સંસાર એક વર્ષ સારી રીતે ચાલ્યા બાદ પતિ, સાસુ સસરા નાની નાની બાબતે બોલા ચાલી કરી ઝઘડો કરતા હતા. આ દરમિયાન તેમના જ મકાનમાં તેની નણંદ ઉપર રહેવા આવી હતી. નણંદ દર્શનાબેન પતિ અને સાસુ સસરાના અવારનવાર કાન ભરતા ઘરમાં ઝઘડો થતો હતો. તા ૦૬/૦૫ ના રોજ સવારના સાડા સાત વાગ્યે પરિણીતા રસોડામાં કામ કરતી હતી ત્યારે સાસુ ચંદ્રિકાબેન પતિને કહેવા લાગ્યા હતા કે તારી ઘરવાળી સમયસર ઉઠતી નથી અને ઘરનું કામ કરતી નથી. આવી પતિ અને સાસુ સસરા સહિતના એ પરિણિતાને ગાળો ભાંડી પતિ અને સાસુ સસરાએ પરિણીતાને ઢીકાપાટુનો
માર માર્યો હતો. અને કહેવા લાગ્યા કે આવીને ઘરમાં ન રખાય આને તો મારી ન વાય આ બનાવની જાણ તેની મોટી બહેન રીકલબેન જે મવડી ચોકડીએ રહે છે તેને જાણ કરતા બહેન પરિણીતાને તેડવા આવી હતી પરંતુ સાસરીયા પક્ષે તેને સાથે જવા દીધી ન હતી. અને સસરાએ કહ્યું કે તારા પપ્પાને ફોન કરી દીધો છે કે હમણાં જ આવીને તને તેડી જશે. બપોરના ચાર વાગ્યા આસપાસ તેના પપ્પા કાકા અને તેના ભાઈઓ આવ્યા ત્યારે બનાવની જાણ કરતા તેના પિતા પરિણીતાને તેની સાથે ઢોલરા લઈ ગયા હતા. આજ દિવસ સુધી સાસરીયા પક્ષમાંથી સમાધાન માટે કોઈ ન આવતા આખરે પરિણીતાએ સાસરીયા વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application