BREAKING NEWS

માળિયામાં પતિ અન્ય સ્ત્રી સાથે ભાગી ગયો, સમજાવવા ગયેલી પત્નીને લાકડાના ધોકા વડે ફટકારી

  • October 07, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયાના ખીરઈ ગામ નજીક પતિથી અલગ રહેતી પરિણીતા પોતાના અને દીકરીના કપડા લેવા પતિના ઘરે ગઈ હતી જ્યાં પતિને ઘર સંસાર અને સંતાન બાબતે સમજાવવા જતા બીજા લગ્ન કર્યા તે સ્ત્રી, નણંદ સહિતનાઓએ ઢીકા પાટું અને લાકડાના ધોકા વડે મહિલાને માર માર્યો હતો
માળિયા બાપુની ડેલી વાળી શેરીમાં દરગાહ પાછળ રહેતી ઝરીનાંબેન ઉમરભાઈ સામતાણી (ઉ.વ.૩૦) વાળાએ આરોપી પતિ ઉમરભાઈ હાજીભાઇ સામતાણી, રસીલા અને ખેરૂનબેન હાજીભાઇ સામતાણી રહે ત્રણેય ખીરઈ ગામના પાટિયા સામે માળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઝરીનાબેન હાલ માતાપિતાના ઘરે પિયરમાં રહે છે લગ્ન દસેક વર્ષ પૂર્વે જ્ઞાતિના રીવાજ મુજબ ઉમર હાજી સામતાણી સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરી અલ્ફીઝા (ઉ.વ.૦૭) તેમજ દીકરો એજ્લ (ઉ.વ.૦૩) છે તા. ૦૬ ના રોજ અગિયાર વાગ્યે ફરિયાદી તેમજ મામાનો દીકરો શફૂર જેડા તેમજ બંને સંતાનોને લઈને ખીરઈ ગામના પાટિયા પાસે પતિ ઉમરના ઘરે દીકરીના કપડા અને સ્કૂલ બેગ લેવા ગઈ હતી પતિ ઉમર અને રસીલા જે બંને ત્રણેક માસ પહેલા ભાગી ગયા હતા તે બંને અને નણંદ ખેરૂનબેન ઘરે હાજર હતા
જેથી પતિને તું મને મુકીને રસીલા સાથે કેમ જતો રહ્યો બાળકોનો વિચાર કરતા નથી કહેતા તેને હું તારી સાથે રહેવા માંગતો નથી કહ્યું અને હવેથી રસીલા સાથે રહીશ કહી દીધું હતું અને બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો અને ગાળો આપવાની ના કહેતા વાળથી પકડી ઢીકા પાટું મારવા લાગ્યો હતો અને રસીલા તેમજ નણંદ ખેરૂનબેન ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા પતિએ લાકડીના ધોકા વડે માર મારી તેમજ નણંદ ગળાના ભાગે મુંઢ માર માર્યો હતો અને રસીલાએ શરીરે ઢીકા પાટું મારી ઈજા કરી હતી સાથે આવેલ મામાના દીકરા શફુરભાઈએ છોડાવી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application