BREAKING NEWS

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે તપાસ તેજ: IG ગગનદીપ ગંભીર ફરી દોડી આવ્યા, આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા સસ્પેન્સ વધ્યું

  • August 30, 2026 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર પંથકમાં ચર્ચાસસ્પદ બનેલા લઠ્ઠાકાંડના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ અર્થે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના આઈજી (IG) ગગનદીપ ગંભીર અચાનક ભાવનગર ખાતે પહોંચ્યા છે. SMCના ઉચ્ચ અધિકારી આઈજી ગગનદીપ ગંભીરની ફરી એક વખત ભાવનગરની મુલાકાતને લઈને સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે અને વિવિધ અટકળો સેવાઈ રહી છે.


તપાસ ટીમો દ્વારા લઠ્ઠાકાંડમાં શંકાસ્પદ રીતે જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનોના નિવેદનો પણ ઝીણવટપૂર્વક નોંધવામાં આવ્યા છે. બીજી તરફ, કેસમાં અગાઉ ઝડપાયેલા ૧૪ જેટલા મુખ્ય આરોપીઓના પોલીસ રિમાન્ડ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યા છે. રિમાન્ડની મુદત પૂરી થતાં જ તમામ આરોપીઓને ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.


આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વેળાએ તપાસ અધિકારીઓ દ્વારા તેમના વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડમાં સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી કે બેદરકારીરૂપી રોલ છે કે નહીં તે અંગે પણ આવતીકાલે મોટો ખુલાસો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application