BREAKING NEWS

ગુજરાત સહિત દેશમાં 394 સંસ્થા પર આઈટીના દરોડા, વિદેશી નાણાંની શંકાસ્પદ લેવડદેવડ અને બોગસ ચેરિટેબલ ટ્રસ્ટો સામે લાલ આંખ

  • August 19, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા વિદેશી નાણાંની શંકાસ્પદ લેવડદેવડ અને બોગસ ચેરિટેબલ ટ્રસ્ટો સામે સમગ્ર દેશમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ અને ડેટા વિશ્લેષણના આધારે શરૂ કરવામાં આવેલા આ દેશવ્યાપી ઓપરેશનમાં બોગસ શેલ એન્ટિટીઝ અને તેમની સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા પ્રોફેશનલ્સ પર કાનૂની સકંજો કસવામાં આવ્યો છે. દેશભરમાં 394 સંસ્થાઓ અને 36 પ્રોફેશનલ્સ સંસ્થાનો સમાવેશ થાય છે.

આવકવેરા વિભાગના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં મોટી માત્રામાં વિદેશી ચલણ દેશની બહાર મોકલવામાં આવ્યું છે. બોગસ દાન અને યોગદાનના નામે ખોટી નાણાકીય એન્ટ્રીઓ આપતા બનાવટી ચેરિટેબલ ટ્રસ્ટો સામે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં વિદેશમાં નાણાં મોકલતી શંકાસ્પદ સંસ્થાઓનું એક વિશાળ રાષ્ટ્રીય નેટવર્ક ખુલ્લું પડ્યું હતું. આ નેટવર્ક દ્વારા કરોડો રૂપિયા વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક ગ્રાઉન્ડ વેરિફિકેશનમાં એ વાતનો ખુલાસો થયો છે કે આવી મોટાભાગની સંસ્થાઓ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ જ કરતી નહોતી અથવા તો અતિશય ઓછું ટર્નઓવર દર્શાવતી હતી. તેમના વાસ્તવિક ટર્નઓવર અને વિદેશમાં મોકલવામાં આવેલી મોટી રકમો વચ્ચે કોઈ તાર્કિક મેળ બેસતો ન હતો. આ ઉપરાંત, વિદેશમાં નાણાં મોકલવા માટે ફ્રેઈટની ચુકવણી, સોફ્ટવેરની આયાત કે કન્સલ્ટિંગ સેવાઓ દર્શાવવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન આ વ્યવહારો તદ્દન બોગસ માલૂમ પડ્યા હતા. સ્થળ તપાસમાં આ સંસ્થાઓ દર્શાવેલા સરનામા પર અસ્તિત્વમાં જ નહોતી.

આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે વિદેશી નાણાં મોકલવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ફોર્મ 15સીબીના મોટાભાગના સર્ટિફિકેટ્સ ચોક્કસ પ્રોફેશનલ્સના એક નાના જૂથ દ્વારા જ જારી કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ ફોર્મ 15સીબી હેઠળ વિદેશી નાણાં મોકલવાની કરપાત્રતા અંગે હિસાબી પુસ્તકોની કડક તપાસ કરવાની હોય છે. પરંતુ પ્રોફેશનલ્સ દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના જ આ પ્રમાણપત્રો જારી કરી દેવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે, જેનાથી સમગ્ર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ શંકાસ્પદ વ્યવહારોને પગલે આવકવેરા વિભાગે શંકાસ્પદ વિદેશી નાણાં મોકલવાના કેસોમાં વ્યાપક ચકાસણી શરૂ કરી દીધી છે. આ ઓપરેશન હેઠળ દેશના સરહદી વિસ્તારોમાં સક્રિય સંસ્થાઓ સહિત કુલ ૩૯૪ સંસ્થાઓ (જેમાં જમીની સરહદ ધરાવતા રાજ્યોની ૧૧૭ સંસ્થાઓ સામેલ છે) અને ૩૬ પ્રોફેશનલ્સ સામે તપાસ તેજ કરવામાં આવી છે.

આવકવેરા વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફોર્મ 15સીબી કે ફોર્મ 146 જાહેર કરનારા એકાઉન્ટન્ટ્સે વિદેશી નાણાંની લેવડદેવડને પ્રમાણિત કરતા પહેલા પૂરેપૂરી કાળજી અને વ્યાવસાયિક નૈતિકતા દાખવવી ફરજિયાત છે. નાણાકીય વ્યવહારોની સત્યતા તપાસ્યા વિના જારી કરાતા સર્ટિફિકેટ્સ દેશના અર્થતંત્ર માટે જોખમી છે. આ સમગ્ર કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધારો અને નાણાકીય ગોટાળા કરનારાઓ સામે હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.

ભાવનગરમાં સર્જાયેલી નકલી દારૂની ગંભીર ઘટના બાદ રાજ્ય પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ બનાવને પગલે પોલીસ ભવન ખાતે ડીજીપી ની અધ્યક્ષતામાં એક મહત્ત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થઈ છે. બેઠકમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ અને આકરા નિર્દેશો આપવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા. જ્યારે રાજ્યના તમામ શહેરના પોલીસ કમિશનર (CP), જિલ્લા પોલીસ વડા (SP) તેમજ રેન્જ આઈજી (Range IG) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

ડીજીપીએ ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને રાજ્યવ્યાપી કડક પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવાના આદેશ આપ્યા છે. કોઈપણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી જણાશે તો સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે પહેલાથી જ અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બેઠકમાં એ જ પ્રમાણે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. 

ભાવનગરમાં બનેલી ઘટના બાદ ગૃહ વિભાગ એકાએક હરકતમાં આવી ગયું છે અને રાજ્યવ્યાપી પ્રોહિબિશન રેડના આદેશ અપાયા બાદ સચિવાલયમાં ભારે હલચલ જોવા મળી રહી છે. DGP જી એસ મલિક Dy CM સાથે મહત્વની ચર્ચા કરવા માટે બેઠકમાં પહોંચ્યા છે, જ્યાં તેમની સાથે અમદાવાદ, વડોદરા અને સુરતના CP, CID ક્રાઈમના અધિકારીઓ તેમજ ગાંધીનગર રેન્જ IG જેવા રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે. દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે આ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application