રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ૧૨:૧૫ કલાકે ચેરમેન પરેશભાઇ પીપળીયાના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની સેવાઓને ડાયલ-૧૧૨ ઇન્ટીગ્રેટેડ સેવાઓ સાથે જોડાણ કરવા માટે એજન્સી નિયુક્ત કરવા અંગેની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત અન્વયે એજન્સી આર્થી ઓમનીટોક વાયરલેસ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડને રૂ.૭ કરોડ ૯૯ લાખ ૩૦ હજાર ૬૨૫માં કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. મિટિંગમાં કુલ રૂ.૧૭.૨૦ કરોડના વિકાસકામો મંજૂર કરાયા હતા.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે, એજન્ડામાં રહેલી કુલ ૧૫માંથી ૧૨ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી, જ્યારે રેસકોર્સમાં આવેલું ૧૮૮ વ્યક્તિની બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ રિનોવેશન કરવાની દરખાસ્ત નામંજૂર કરાઇ હતી તેમજ બગીચા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેસ સ્વરૂપે કોઈ દરખાસ્ત રજૂ કરાઇ ન હતી. વિવિધ દરખાસ્તો અંગે લેવાયેલા નિર્ણયો અંગે તેમણે ઉમેર્યું હતું કે, (૧) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડના કન્સલ્ટન્ટને કુલ રૂ.૧.૧૧ કરોડના ખર્ચે કામગીરી આપવાનું મંજૂર (૨) રાજકોટ મહાપાલિકાના વર્ષ ૨૦૨૬-૨૭ તથા વર્ષ ૨૦૨૭-૨૮ના હિસાબોના સ્ટેચ્યૂટરી ઓડિટ માટે સ્ટેચ્યૂટરી ઓડિટરની નિમણૂક કરવા અંગેની દરખાસ્તમાં એજન્સી સી.એ.ફર્મ વિજય એન.તેવર એન્ડ કંપનીને રૂ.૧૮,૮૮,૦૦૦માં કોન્ટ્રાક્ટ આપવાનું મંજૂર (૩) વોર્ડ નં.૫માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ એજન્સી-શ્રી મેલડી માં કન્સ્ટ્રકશનને એસ્ટિમેટથી ચાર ટકા ડાઉન ભાવથી રૂ.૨૫,૪૪,૦૯૬માં આપવાનું મંજૂર
(૪) વોર્ડ નં.૧૮માં ઓમ રેસીડેન્સીથી કોઠારીયા મેઈન રોડ સુધી ૨૪ મી. રોડ પર સ્ટોર્મ વોટર પાઈપ લાઈન નાખવાના કામનો કોન્ટ્રાક્ટ એજન્સી કે.એસ.ડી.કન્સ્ટ્રકશનને રૂ.૨.૮૦ કરોડમાં આપવાનું મંજૂર (૫) સેન્ટ્રલ ઝોન-૧ વિસ્તારના જુદા જુદા બગીચાઓ, સીનીયર સિટીઝન પાર્ક તથા બાલક્રીડાંગણની એક વર્ષ માટે જાળવણી નિભાવણી કરવાના કામનો કોન્ટ્રાક્ટ એજન્સી-એક્ટીવ પ્લાન્ટેશન, જૂનાગઢને રૂ.૧.૨૮ કરોડમાં આપવાનું વિશેષ અભ્યાસ અર્થે પેન્ડિંગ (૬) સાધુ વાસવાણી રોડ સ્થિત જીજાબાઈ મહિલા સ્વીમીંગ પુલના બે વર્ષ માટે ઓપરેશન અને પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કરવાના કામનો કોન્ટ્રાક્ટ એજન્સી-મૈત્રા મહેશભાઇ મેરામભાઈને રૂ.૨૪,૧૮,૮૦૬માં આપવાનું મંજૂર (૭) રાજકોટ-બરોડા-રાજકોટ ક્લોરીન કન્ટેનર(ટનર/સીલીન્ડર) ટ્રાન્સપોર્ટેશનનો દ્રિવાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ એજન્સી-જય બજરંગ લોજીસ્ટીક-સુરતને રૂ.૧.૮૪ કરોડમાં આપવાનું મંજૂર (૮) પોપટપરા(રોણકી) ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનનું ઓગમેન્ટેશન સાથે બે વર્ષના ઓ. એન્ડ એમ. કામનો કોન્ટ્રાક્ટ એજન્સી ગ્લોબલ એન્વીરોઝને કામનુ ખર્ચ રૂ.૨.૭૬ કરોડ (૯) રેસકોર્ષ સંકુલ ખાતે લોકવિજ્ઞાન કેન્દ્ર કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમનું નવીનીકરણ કરવાના કામનો કોન્ટ્રાક્ટ એજન્સી-શ્રી મહારાણા ડેવલપર્સને રૂ.૧.૨૪ કરોડમાં આપવાની દરખાસ્ત નામંજૂર કરાઇ હતી અને આ માટે આગામી ચાર મહિના દરમિયાન પીપીપી ધોરણે રિનોવેશન કરાવવા કામ સોંપવા પ્રયાસ કરવાની તાકિદ કરાઇ હતી.(૧૦) રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વાહનો માટે રીટેઇલ રેઇટથી ડીઝલ ખરીદ કરવાનો કોન્ટ્રાક્ટ એજન્સી-મે.શિવાય ફ્યુલને ડિઝલ પ્રતિ લિટર માટે રૂ.૦.૭૨(ડિસ્કાઉન્ટ) સાથે આપવાનું મંજૂર કરાયું હતું.