BREAKING NEWS

મારી કિંગ ચાર્લ્સ સાથે વાત થશે તો હું ભારતનો કોહિનૂર હીરો પરત કરવા માટે કહીશઃ મમદાની

  • April 30, 2026 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હી ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ સાબિત કરી દીધું છે કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય પરંતુ તેઓ પોતાની ભારતીય પરંપરાઓથી વિમુખ નથી થયા અને તેમનું દિલ આજે પણ હિન્દુસ્તાની છે. બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય હાલમાં અમેરિકાના પ્રવાસે છે, ત્યારે મમદાનીએ સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે જો મારી કિંગ ચાર્લ્સ સાથે વાતચીત વશે તો તે માત્ર ઔપચારિક નહીં હોય. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે, તમે રાજાને શું કહેશો? ત્યારે તેમણે સામાન્ય શિકાચાર છોડીને બ્રિટનને તેના કાળા ભૂતકાળની પાદ અપાવી કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમદાનીએ કોઈપણ ખચકાટ વિના કહ્યું કે, જો હું પ્રિન્સ સાથે વાત કરું તો હું કદાચ તેમને ભારતનો કોહિનૂર હીરો પરત કરવા માટે કહીશ.
નોંધનીય છે કે, મમદાનીના માતા મીરા નાવર ભારતમાં જન્મ્યા હતા અને અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ યુગાન્ડામાં મેવરના પિતા મહમૂદ મમદાની સાથે રહ્યા હતા. સામાન્ય રીતે મેયર અને બ્રિટિશ રાજવી પરિવાર વચ્ચેની વાતચીત કડક નિયમો અને નરમ રાજદ્વારી હેઠળ થતી હોય છે, પરંતુ મમદાનીના નિવેદને આ ચર્ચામાં ઈતિહાસનો મુદ્દો જોડી દીધો છે. મમદાનીના આ નિવેદન બાદ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની કવીન કેમિલા ન્યૂયોર્કના વન વર્લ્ડ
USએ ભારતને ૬૫૭ પ્રાચીન વસ્તુઓ પરત કરી યુનાઇટેડ સ્ટેટ્સે આશરે ૧૪ મિલિયન યુએસ ડોલરની કિંમતની ગણેશ અને બુદ્ધની મૂર્તિઓ સહીત ૬૫૭ પ્રાચીન કલાકૃતિઓ અને સાંસ્કૃતિક વસ્તુઓ ભારતને પરત કરી છે. યુએસ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે એશિયન દેશના ચોરાયેલા વારસાને પુનઃસ્થાપિત કરવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બેગે આ કલાકૃતિઓ પરત કરવાની ઔપચારિક જાહેરાત કરી. કુખ્યાત ઘણચોર સુભાષ કપૂર અને દોષિત ઘણચોર નેન્સી વેઇનર સાથે જોડાયેલા વિવિધ ઘણચોરી જૂથોની લાંબી તપાસ બાદ આ કલાકૃતિઓ મળી આવી હતી. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટના રાજદૂત રાજલક્ષ્મી કદમ દ્વારા હાજરી આપેલા એક ખાસ સમારંભમાં પરત કરાયેલી કલાકૃતિઓ ભારતને સોંપવામાં આવી હતી. ટ્રેડ સેન્ટર ગયા હતા, જ્યાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના આતંકી હુમલાની ૨૫મી વરસી મનાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મમદાની પણ સામેલ થયા હતા. કોહિનૂર માત્ર એક હીરો નથી, પરંતુ તે સાંસ્કૃતિક ગૌરવ અને પીડા બંનેનું પ્રતીક છે. ભારતની કોન્નૂર ખાણમાંથી નીકળેલો આ હીરો (કટિંગ પહેલા) અંદાજે ૧૮૬ કેરેટનો હતો અને તે મુઘલો તથા શીખ સહિત અનેક ભારતીય રાજવંશો પાસે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application