BREAKING NEWS

વેરાવળના તાલાલા રોડ ઉપર ગેરકાયદે જાહેર રસ્તો બંધ કરી કબજો કરાયો

  • July 15, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળના તાલાલા રોડ ઉપર આવેલ સરકારી જાહેર રસ્તા બધં કરી ગેરકાયદેસર કબજો કરી સુલેહશાંતિનો ભગં કરેલ હોવાની લેખીત રજૂઆત કલેકટર સહીતનાને કરવામાં આવેલ છે.
આ અંગે મહમદભાઇ સોરઠિયા દ્રારા જિલ્લ ા કલેકટરને કરેલી લેખીત રજૂઆતમાં જણાવેલ કે, વેરાવળ નગરપાલિકાની હદમાં આવેલ રેવન્યુ સર્વે નં.૫૨૬૧ પૈકી બિનખેતી થયેલ પ્લોટો પૈકી પ્લોટ નં.૧ જેના ચો.મી.૧૯૩.૨૭ વાળી જમીન મજીદ અબ્દુલસતાર સખીયાણી પાસેથી કાયદેસર રીતે ખરીદ કરેલ હોય જે અન્વયે સદરહત્પ મિલકત પર અમો અરજદારનો કબજો ભોગવટો છે. આ મિલકતની ઉતર દિશાએ પેટ્રોલ પપં આવેલ હોય જેના દ્રારા ગેરકાયદેસર કબજો કરી કાયદેસર ના હાઇવે ને લગત સરકારી જમીન પર બોકસ પાથરી માલિકીહક્ક સાબિત કરવા માંગતા હોય અને પેટ્રોલપંપની પશ્ચિમ દિશાથી ઉતર તરફના જાહેર માર્ગ પર પંચર ની કેબિન ઉભી કરી કાયદેસરનો રસ્તો બધં થાય તેવા હેતુથી કેબિન મૂકી રસ્તો બધં કરેલ અને તેની પાસેથી રૂા.૩થી ૫ હજાર ભાડું લેતા હોવાનું રજૂઆતમાં જણાવેલ છે. આ અંગે પેટ્રોલપપં ના સંચાલક ને જાણ કરતા તેઓ દ્રારા અપશબ્દો બોલી દાદાગીરી કરેલ હોવાનું પી.આઈ.ને તા.૨૬–૦૧–૨૦૨૬ના લેખીત ફરિયાદ આપેલ છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, પેટ્રોલપપં ના સંચાલક દ્રારા બોકસ પાથરેલ હોય ત્યાંથી અમોને તથા અમારા માણસોને નહી ચાલવા ધમકી આપેલ છે. જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચાડે તેવી દહેશત વ્યકત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે અને ગેરકાયદેસર રીતે ઊભી કરેલ કેબિન પર ખોટા બનાવટી દસ્તાવેજો આધારે કનેકશન પણ ફાળવેલ હોય જેની તપાસ કરવાની માંગ કરેલ છે. આ પેટ્રોલ પપં વાળી જગ્યા સરકાર ના ધારા ધોરણ તેમજ જમીન મહેસૂલ કાયદાની કલમ–૬૫(૧) મુજબ બિનખેતી થયેલ હોય પરંતુ સક્ષમ ઓથોરીટી દ્રારા નિયમ પ્રમાણે બિનખેતી કર્યા બાદ જાહેર રસ્તા બાદની જાહેર મિલકત પર કબજો કરેલ હોય જે જાહેર જનતા ને પણ નડતરપ હોય જેથી ઠોસ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવાની માંગ કરેલ છે. આ રજૂઆતની જાણ પી.આઇ., વિજ કચેરી, મામલતદાર, ચીફ ઓફીસર સહીતના લાગતા વળગતાને કરેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News