રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અને પરસ્પર હિત સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારત અને અમેરિકા વચ્ચે એક યોજના બનાવાઈ હતી.
તુલસી ગબાર્ડ ઘણા દેશોના પ્રવાસે નીકળ્યા છે. આ ક્રમમાં તે ભારત પહોંચ્યા હતા. ગબાર્ડ રાયસીના ડાયલોગમાં પણ ભાગ લેશે. ભારતની મુલાકાત બાદ, તુલસી ગબાર્ડ જાપાન અને થાઇલેન્ડની મુલાકાત લેવાના છે. તુલસી ગબાર્ડ પોતાને પેસિફિકનું બાળક કહે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં જોડાયા પછી ગબાર્ડનો આ બીજો વિદેશ પ્રવાસ છે. આ પહેલા, તે જર્મની ગયા હતા જ્યાં તેણે મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુલસી ગબાર્ડને રાયસીના સંવાદમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તે 18 માર્ચે તેમાં ભાગ લેશે. આ પરિષદમાં, ગબાર્ડ ભારત અને અન્ય દેશોના અધિકારીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. રાયસીના ડાયલોગ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ભૂરાજનીતિ, ભૂ-અર્થશાસ્ત્ર સંબંધિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.તુલસી ગબાર્ડ ભારતીય થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) ના પ્રમુખ સમીર સરનને મળવા જઈ રહ્યા છે અને બંને વચ્ચે એક મહત્વપૂર્ણ ચર્ચા થશે. રાયસીના ડાયલોગ 17 થી 19 માર્ચ સુધી ચાલશે અને તેનું આયોજન ઓઆરએફ અને વિદેશ મંત્રાલય સંયુક્ત રીતે કરી રહ્યા છે.
એનએસએ અજિત ડોભાલની અધ્યક્ષતામાં યોજાયેલી ગુપ્તચર વડાઓની કોન્ફરન્સમાં ગબાર્ડ ઉપરાંત, ટોચના કેનેડિયન ગુપ્તચર અધિકારી ડેનિયલ રોજર્સ અને બ્રિટિશ ગુપ્તચર એજન્સી એમઆઈ-6 ના વડા રિચાર્ડ મૂર પણ હાજર હતા. આ પરિષદમાં આતંકવાદ અને ઉભરતી ટેકનોલોજીઓ દ્વારા ઉભા થયેલા જોખમો સહિત વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech