BREAKING NEWS

ચોટીલામાં જમીન વિવાદે પૂર્વ પાલિકા સદસ્ય પર ફઈના દીકરાએ ફાયરિંગ કર્યું

  • November 23, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલા શહેરમાં જમીન બાબતે જૂના મનદુ:ખને લઈ ફાયરિંગ થયાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ચોટીલા નેશનલ હાઈવે પર અજમેરા પેટ્રોલ પંપ સામે આવેલી ઓફિસમાં બેઠેલા કિરીટ જોરૂભાઈ ખાચર પર પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કયર્નિા આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમના ફઈના પુત્ર નીમઈ ભીખુભાઈ ખવડ દ્વારા ફાયરિંગ કરતા ઓફિસના દરવાજા અને દિવાલ પાસે ગોળી અથડાઈ હોવાથી હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.



ફરિયાદમાં જણાવ્યા મુજબ, કુંદણી ગામની જમીન તેમના માતા-પિતા દ્વારા વર્ષો અગાઉ વેચી દેવામાં આવી હોવા છતાં આ જમીન કિરીટભાઈએ વેચાવી દીધી હોવાની ખોટી શંકા રાખી નીમ ખવડ તેમની સાથે મનદુ:ખ રાખતા હતા. આ બાબતે અગાઉ ફોન પર બોલાચાલી કરી ધમકી આપ્યાની હકીકત વર્ણવી છે.



તા. 21 નવેમ્બરની રાત્રે અજમેરા પેટ્રોલ પંપ સામે આરોપી નાશી  ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ તા. 22 નવેમ્બરના રોજ રાત્રે આશરે 12:15 વાગ્યે કિરીટભાઈ તથા તેમના મિત્રો હિતેન્દ્રસિંહ ઝાલા, નિરવ રાઠોડ અને અલ્કેશ મિસ્ત્રી ઓફિસમાં બેઠા હતા. તે સમયે નીમ ખવડ મોટરસાયકલ લઈને ઓફિસ પાસે આવ્યા અને કિરીટભાઈને બહાર આવવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણાવાયું છે.



ફરિયાદ મુજબ, આરોપી પાસે પિસ્તોલ જેવું હથિયાર હતું અને ઓફિસમાં બેઠેલા કિરીટભાઈ તરફ ફાયરિંગ કરતાં ગોળી ઓફિસના દરવાજા સાથે અથડાઈ દિવાલ તરફ ગઈ હતી. ત્યારબાદ ઓફિસમાં પ્રવેશીને ફરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતાં ત્યાં હાજર હિતેન્દ્રસિંહ ઝાલાએ આરોપીને પકડી બહાર કાઢી સમજાવતા આરોપી જતા જતા ફરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


આ સમગ્ર બનાવ જમીન બાબતે જૂના મનદુ:ખને લઈને બન્યો હોવાનો ફરિયાદીએ જણાવ્યું છે. ચોટીલામાં ઓફિસે ધસી આવી ફાયરિંગ અને જાનથી મારી નાખવાની ધમકીની આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો આચરનાર ને પકડી પાડવા તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application