BREAKING NEWS

લગ્નના થોડા દિવસોમાં જ પતિએ કહ્યું, મારી તારી સાથે લગ્ન કરવા ન હતા, પિતાના કહેવાથી કર્યા

  • November 23, 2026 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ રાજકોટમાં રહેતી પરિણીતાએ મેંદરડાના લીલવા ગામે રહેતા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ શારીરિક- માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે મહિલા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
હાલ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રાધાનગર શેરી નંબર 4 માં રહેતી 20 વર્ષીય પરિણીતા સાનિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેંદરડાના લીલવા ગામે રહેતા પતિ અસલમ હમીદભાઈ સાંધ, સસરા હમીદભાઈ અને સાસુ હલુબેનના નામ આપ્યા છે.



પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા છ માસથી પિતાના ઘરે રિસામણે છે તેના લગ્ન ગઇ તા. 11-5-2026 ના અસલમ સાંધ સાથે થયા હતા. લગ્ન બાદ તે પતિ તથા સાસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. થોડા દિવસ ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ તેની સાથે વધુ વાત કરતો નહીં અને કહેતો હતો કે, મારે તારી સાથે લગ્ન કરવા ન હતા પરંતુ મારા પિતાના કહેવાથી મેં લગ્ન કયર્િ છે. સાસુ સસરા તેમજ પતિ ઘરના કામકાજ બાબતે અવારનવાર હેરાન કરતા હોય અને શારીરિક- માનસિક ત્રાસ આપતા હતા જેથી પરિણીતા એક વખત તેના પિતાના ઘરે રિસામણે ચાલી ગઈ હતી. બાદમાં પરિણીતાના માતાએ વાત કરી સમાધાન કરાવતા તે પરત પતિના ઘરે જતી રહી હતી.


પરંતુ પતિ તથા સાસુ-સસરા અવારનવાર ઘરના કામકાજ બાબતે મેણાટોણા મારી શારીરિક- માનસિક ત્રાસ આપતા હોય અને કહેતા હતા કે તું કરિયાવરમાં કંઈ લઈ આવી નથી તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. પતિએ ઢીકાપાટુનો મારમારી ઘરેથી કાઢી મુકતા પરિણીતા જેમ તેમ કરી પતિના ઘરે રાત્રે રોકાઈ હતી. બાદમાં આ બાબતે તેની માતાને જાણ કરતા બીજા દિવસે પરિણીતાના સગા હુસેનભાઇ તેને લેવા માટે આવ્યા હોય અને તેની સાથે તે રાજકોટ આવી ઘરે જતી હતી. ત્યારબાદ પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ અરજી કરી હતી. પરંતુ પતિ છૂટાછેડા આપતા ન હોય અને તેમને લઈ પણ જતા ન હોય જેથી અંતે પરિણીતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે મહિલા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application