સંવિધાન દિવસ નિમિત્તે દેશભરમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવા સન્ડેઝ ઑન સાયકલ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પણ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં સાયકલ રેલી યોજાઈ હતી. દાંડી કુટીરથી મહાત્મા મંદિર સુધી અને ત્યાંથી પરત દાંડી કુટીર સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
આ પ્રસંગે મનસુખ માંડવિયાએ સાયકલિંગને ફિટનેસનો મંત્ર, પ્રદૂષણનું સોલ્યુશન અને ટ્રાફિકની સમસ્યાનું સમાધાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે સ્વસ્થ, ફિટ અને નશામુક્ત યુવા પેઢીનું નિમર્ણિ જરૂરી છે. સાયકલિંગને માત્ર રવિવારની પ્રવૃત્તિ પૂરતી મર્યિદિત રાખવાને બદલે રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે. નાગરિકોએ સ્વસ્થ રહેવા માટે સાયકલિંગને ફેશનની સાથે પેશન પણ બનાવવું જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયકલિંગનો સંદેશ 2036ના ઓલિમ્પિક્સના લક્ષ્ય સાથે પણ જોડાયેલો છે.
સાયકલિંગ યુવાનોને ફિટ રહેવા અને રમતગમત તરફ પ્રેરિત કરવાનું માધ્યમ બની શકે છે. બીજી તરફ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિયાનમાં નાગરિકોની વધતી ભાગીદારીને બિરદાવી હતી અને ફિટનેસને જીવનશૈલીનો ભાગ બનાવવા આવી પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી.ભારતીય રમતગમત પ્રાધિકરણના પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર દ્વારા દાંડી કુટીર અને મહાત્મા મંદિર પરિસરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 6:30 વાગ્યે ઝુમ્બા સેશનથી થઈ હતી. ત્યારબાદ આશરે 2.5 કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી.
શ્રમ અને રોજગાર મંત્રાલયના ચિંતન શિબિરના પ્રતિનિધિઓ પણ તેમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ મેડલ વિજેતા આધ્યા તિવારી, જય મીના અને અનિકેત પટેલ સહિત ફિટ ઇન્ડિયા એમ્બેસેડર્સ અને ચેમ્પિયન્સ ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર 2024માં શરૂ થયેલું સન્ડેઝ ઑન સાયકલ અભિયાન હવે દેશવ્યાપી ફિટનેસ આંદોલન બની રહ્યું છે. સંવિધાન દિવસ પહેલાં દેશભરમાં 26 હજાર સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. આગામી 29 નવેમ્બર, 2026ના રોજ આ અભિયાનનું ઐતિહાસિક 100મું સંસ્કરણ યોજાશે.