ભાજપના આંતરિક વિખવાદને કારણે હવે જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.હવે આ બળતામા ધી હોમવાનુ કામ પુર્વ મંત્રી અને પૂર્વ ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાળા પણ ખુલીને મેદાનમાં આવતા જુનાગઢ ભાજપમા લાગેલી આગ વધુ તેજ બની છે.
ગઈ કાલે નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમ નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો જેમાં તેમણે જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ એકથી વધુ હોદ્દા પર રહીને ભ્રષ્ટ્રાચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો હોવાથી ભારે ખળભળાય મચ્યો હતો ત્યારે આજે પૂર્વમંત્રી અને જુનાગઢ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાળા પણ ખુલીને મેદાનમાં આવ્યા છે. તેમણે જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર જે આક્ષેપો કરેલા છે તેને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પક્ષની નેતાગીરીની શું મજબૂરી છે કે એક વ્યકિતને જ બધી સત્તા આપી? ભાજપમાં જીહજૂરી કરવાવાળાની બોલબાલા છે. તેમણે કહ્યુ કે, કિરીટ પટેલ અંગે મેં સી. આર. પાટિલને પણ વાત કરી હતી. પરંતુ ભાજપની નેતાગીરી કિરીટ પટેલને છાવરે છે. આમ પાયાના લાખો કાર્યકરોની જેમ કનુ ભાલાળાની લાગણી પણ છલકાઈ હતી અને કહ્યું કે, આજે ભાજપમાં સિનિયર આગેવાનોને કોઈ પૂછવાવાળું નથી. જવાહર ચાવડાના લેટરબોમ્બ બાદ વધુ એક મોટા નેતાએ ખુલીને બોલતા જુનાગઢ ભાજપમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. હવે જુનાગઢ ભાજપમાં લાગેલી આ આગ કોને કોને દઝાડે છે અને ભાજપનું નેતૃત્વ આ આગને ઠારવામા કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMછાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત
May 03, 2025 03:19 PMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્વારા ટકોર
May 03, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech