ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, પરંતુ આ દરમિયાન થતી દુર્ઘટનાઓને કારણે ઘણીવાર આ ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ જાય છે. આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં 108 ઇમરજન્સી સેવાને અનેક કોલ મળ્યા હતા.
ઉત્તરાયણ દરમિયાન સામાન્ય રીતે વાહન અકસ્માતો, પતંગની દોરીથી થતી ઇજાઓ, ધાબા પરથી પડવાના બનાવો અને મારામારીના કેસોમાં વધારો જોવા મળે છે. ગતરોજ પણ આ પ્રકારની ઘટનાઓના ઘણા કોલ 108ને મળ્યા હતા, જેમાં ઉત્તરાયણના તહેવારને કારણે ઈમરજન્સી સેવાઓના કુલ 470 કોલ નોંધાયા હતા.
સામાન્ય રીતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સી કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે. આ વર્ષે સુરત, વડોદરા અને રાજકોટમાં ઇમરજન્સીના કેસની સંખ્યામાં ખાસ વધારો જોવા મળ્યો હતો.
ઇમરજન્સી સેવાઓની તૈયારીની વાત કરીએ તો, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ વખતે 800 રોડ એમ્બ્યુલન્સ, 02 બોટ અને 01 એર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેથી જરૂર પડ્યે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech