BREAKING NEWS

સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને ડી.ડી.ઓ.ની સત્તામર્યાદામાં વધારો

  • July 28, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કર્યો છે.રાજ્ય સરકારે બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને મુખ્યમંત્રીએ સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદા વધારી આપી છે. જિલ્લા કલેક્ટરીઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં, ૧.) રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની નાણાંકીય સત્તામર્યાદા રૂ.૧૫ લાખથી વધારીને રૂ.૧ કરોડ કરવામાં આવી છે. ૨.) કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર હેતુ) માટે ૧ હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ.૧૫ લાખથી વધારીને રૂ.૫૦ લાખ કરવામાં આવી છે. ૩.) સરકારી કર્મચારી/વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા રૂ.૧ લાખથી વધારીને રૂ.૨૦ લાખ કરવામાં આવી છે. ૪.) સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ.૬ લાખથી વધારીને રૂ.૫૦ લાખ કરવામાં આવી છે. ૫.) વ્યાપારિક હેતુ માટે (હરાજીથી) જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા રૂ.૧ લાખથી વધારીને રૂ.૫ લાખ કરાઈ છે. ૬.) સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓની સત્તામર્યાદા રૂ.૩ લાખથી વધારીને રૂ.૧૫ લાખ સુધી વધારવામાં આવી છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને ૧.) વ્યક્તિગત રહેઠાણ: સત્તામર્યાદા રૂ.૨૦,૦૦૦ થી વધારીને રૂ.૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે. ૨.) સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ.૧.૫ લાખથી વધારીને રૂ.૭.૫ લાખ કરાઈ છે. ૩.) દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: સત્તામર્યાદા રૂ.૨૦,૦૦૦ થી વધારીને રૂ.૧,૦૦,૦૦૦ કરાઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે હવે જિલ્લા કક્ષાએ જ નિકાલ શક્ય બનશે. તેમજ સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. વધુમાં આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટો તથા ઔદ્યોગિક-સામાજિક હેતુ માટે સરકારી જમીની ફાળવણી વધુ ઝડપથી થશે તથા વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. અને તેના કારણોસર સરકારી જમીનની કબજા કિંમત/પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application