ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની બીજી મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. આજે રમાયેલી આ મેચમાં ભારતે ચાર વિકેટથી જીત મેળવી હતી. 181 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે 19.5 ઓવરમાં મેળવી લીધો હતો. ભારતની જીતમાં તિલક વર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તિલક, નીતિશ કુમાર રેડ્ડી સાથે મળીને બાજી ફેરવી દીધી હતી. બંનેએ સાતમી વિકેટ માટે અણનમ 69 રનની પાર્ટનરશીપ કરી હતી. તિલક 26 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51* રન બનાવ્યા હતા. નીતિશે 200ના સ્ટ્રાઇક રેટથી અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું.
શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ભારતીય ટીમે આ જ મેદાન પર રમાયેલી ટી20 શ્રેણીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં, ભારતીય ટીમે 226 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. હવે, બીજી મેચ જીતીને, ભારતીય ટીમે શ્રેણીમાં 2-0 ની લીડ મેળવી છે. શ્રેણીની ત્રીજી મેચ 27 ઓક્ટોબરે વેલિંગ્ટનમાં રમાશે.
ભારતનું બેટિંગ પ્રદર્શન
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી. સંજુ સેમસને માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. જેકબ ડફીએ સંજુની વિકેટ લીધી હતી. ત્યારબાદ નાથન સ્મિથે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીને 4 રને આઉટ કર્યો હતો. ત્યારબાદ ભારતને અભિષેક શર્માના રૂપમાં મોટો ઝટકો લાગ્યો, જે કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરના સ્પિનરનો શિકાર બન્યો. અભિષેકે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રનનું યોગદાન આપ્યું. સેન્ટનર ત્યાં અટક્યો નહીં. તેણે એક જ ઓવરમાં શ્રેયસ ઐયર અને અક્ષર પટેલને આઉટ કર્યા, જેનાથી ભારતનો સ્કોર 70/5 થઈ ગયો.
નમન ધીરે કેટલાક મોટા શોટ મારીને ભારતની આશાઓ વધારી, પરંતુ તે પણ મિશેલ સેન્ટનરની જાળમાં ફસાઈ ગયો. નમન માત્ર 17 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું, જેમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે. છઠ્ઠી વિકેટ 112 રન પર પડ્યા બાદ નીતિશ કુમાર રેડ્ડી તિલક વર્મા સાથે જોડાયા. બંનેએ શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને પછી ગિયર બદલ્યા.
ન્યૂઝીલેન્ડનો દાવ: ફિલિપ્સ અને જેકબ્સની અડધી સદી
મેચમાં, ન્યૂઝીલેન્ડે ટોસ હારી ગયું અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેમાં 5 વિકેટે 180 રનનો સ્કોર બનાવ્યો. ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી. અર્શદીપ સિંહે ભારતને પ્રથમ સફળતા અપાવી. ટિમ સેફર્ટ 7 રને ઇનિંગના બીજા ઓવરના ચોથા બોલ પર મોટો શોટ મારતા પોતાની વિકેટ ગુમાવી દીધી. અર્શદીપે ઓફ સ્ટમ્પની બહાર હાર્ડ લેન્થ બોલ ફેંક્યો, જે સેફર્ટના બેટની નીચેની ધાર પર વાગ્યો. બોલ હવામાં ઉછળ્યો, અને તિલક વર્માએ કવર પર સરળ કેચ પકડ્યો.
ભારતને બીજી સફળતા ત્યારે મળી જ્યારે ભુવનેશ્વર કુમારે ડેરિલ મિશેલને 6 રને આઉટ કર્યો, તિલક વર્માએ ફરી એકવાર કવર પર કેચ લીધો. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વાપસી પર ભુવનેશ્વરની આ પહેલી વિકેટ હતી. ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ 41 રન પર પડી, ફિન એલન 16 રન પર પ્રિન્સ યાદવના બોલ પર બોલ્ડ થયો.
અહીંથી, ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સે ચોથી વિકેટ માટે 116 રન ઉમેરીને ન્યૂઝીલેન્ડની પહોંચમાં મુખ્ય ભૂમિકા ભજવી. ફિલિપ્સે 43 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 70 રનનું યોગદાન આપ્યું. ફિલિપ્સ 18મી ઓવરના છેલ્લા બોલ પર અર્શદીપ સિંહ દ્વારા આઉટ થયા. જેકબ્સે 46 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારત માટે, અર્શદીપ સિંહે સૌથી વધુ બે વિકેટ લીધી. ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી.