BREAKING NEWS

અમેરિકા મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારોનો ડેમોક્રેટ્સ તરફ ઝુકાવ, ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનું ટેન્શન વધ્યું

  • November 03, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાવા જઈ રહેલી મિડટર્મ ચૂંટણીઓ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. આ ચૂંટણીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ દરમિયાન સામે આવેલા એક નવા આંકડાએ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે ચિંતા વધારી દીધી છે. તાજેતરના સર્વેક્ષણ મુજબ ભારતીય-અમેરિકન મતદારોનો ઝુકાવ ડેમોક્રેટિક પાર્ટી તરફ ઝડપથી વધી રહ્યો છે.


'કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ' અને 'યુગોવ' (YouGov) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા 'ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડ્સ સર્વે' (IAAS) ના તાજેતરના અહેવાલ મુજબ, પ્રતિનિધિ સભા (હાઉસ) ની ચૂંટણીમાં 62 ટકા ભારતીય-અમેરિકન નાગરિકો ડેમોક્રેટ્સ ઉમેદવારોને વોટ આપવાનું આયોજન કરી રહ્યા છે, જ્યારે માત્ર 19 ટકા લોકો જ રિપબ્લિકન ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે. આ જ રીતે સીનેટની ચૂંટણીમાં પણ ડેમોક્રેટ્સ 63 ટકા સમર્થન સાથે રિપબ્લિકન્સના 21 ટકા સામે મોટી સરસાઈ ધરાવે છે.


1000 ભારતીય-અમેરિકનો વચ્ચે કરાયો સર્વે

આ ઓનલાઈન સર્વેક્ષણ 7 થી 27 ઓક્ટોબર વચ્ચે 1,000 ભારતીય-અમેરિકન પુખ્ત વયના નાગરિકો વચ્ચે કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણના પરિણામો દર્શાવે છે કે વર્ષ 2024 માં રિપબ્લિકન પાર્ટીને ભારતીય-અમેરિકનોનું જે સમર્થન મળ્યું હતું, તે આ ચૂંટણીઓમાં જળવાઈ રહ્યું નથી. વર્ષ 2024 માં 30 ટકા ભારતીય-અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, જે ઘટીને હવે માત્ર 19 ટકા રહી ગયું છે.



પુરુષ મતદારોના વલણમાં પણ મોટો ફેરફાર

40 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ મતદારો વચ્ચે ડેમોક્રેટ્સ માટેનું સમર્થન જાન્યુઆરી 2026 માં 53 ટકા હતું, જે ઓક્ટોબરમાં વધીને 68 ટકા થઈ ગયું છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટી માટેનું સમર્થન 32 ટકાથી ઘટીને 16 ટકા થઈ ગયું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે હાઉસ અને સીનેટ બંને રેસમાં ડેમોક્રેટ્સ ભારતીય-અમેરિકન સમુદાયમાં મજબૂત સ્થિતિમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application