BREAKING NEWS

નેપાળમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક ભારતીયનું મોત, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ; ટૂંક સમયમાં લાવવામાં આવશે પાર્થિવ દેહ

  • November 03, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં બનેલી હેલિકોપ્ટર ટકરાવવાની દુર્ઘટના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિવેદન આપતા જણાવ્યું છે કે, નેપાળમાં 2 હેલિકોપ્ટર પરસ્પર અથડાયા હોવાના અહેવાલો અને તસવીરો સામે આવી છે. આ દુર્ઘટનામાં એક ભારતીય નાગરિકનું કરૂણ મોત નીપજ્યું છે. નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલય મૃતક ભારતીય નાગરિકના પાર્થિવ દેહને વહેલામાં વહેલી તકે સ્વદેશ પાછો લાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરી રહ્યું છે.


આ ઉપરાંત, ઉઝબેકિસ્તાન મામલે વાત કરતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, તાશ્કંદ સ્થિત ભારતીય દૂતાવાસ અને નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા ત્યાં અભ્યાસ અર્થે જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા (એડવાઈઝરી) જાહેર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ભારત સરકાર એ વાત પર વિશેષ ધ્યાન આપી રહી છે કે ઉઝબેકિસ્તાનમાં મેડિકલ કે અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જતા ભારતીય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે. આ સાથે જ ત્યાં અભ્યાસ માટે જતા કોઈપણ ભારતીય વિદ્યાર્થીઓનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવું પણ સરકારની પ્રાથમિકતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application