રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા દિવાળી પૂર્વે લાખાજીરાજ રોડ, પ્રહલાદ ટૉકીઝ એરિયા અને પરા બજાર સહિતના બજાર વિસ્તારમાં ચેકીંગ અને દરોડા કાર્યવાહી હાથ ધરીને મીઠાઈ, ફરસાણ અને મુખવાસ વગેરેના કુલ ૧૨ સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં રવાના કરવામાં આવ્યા હતા. કુલ ૪૬ પેઢીમાં ચેકિંગ દરમિયાન ૨૨ કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો તેમજ પાંચ પેઢીને નોટિસ ફટકારી રૂ.૩૫૦૦નો દંડ વસુલ કરાયો હતો.
મ્યુનિ.અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યત્વે નીચે મુજબની ૧૦ પેઢીઓમાં ચેકીંગ દરમિયાન વાંધાજનક વસ્તુઓ મળતા નોટિસ ફટકારી દંડ વસૂલાત, વાસી જથ્થાનો નાશ તેમજ સેમ્પલિંગ જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ હતી.
૧.હરિયોગી લાઈવ પફ: એ.જી ચોક, પુષ્કરધામ રોડ કોર્નર, કાલાવડ રોડ, રાજકોટને લાઇસન્સ ન દર્શાવવા બાબતે નોટિસ આપેલ તેમજ ૧૨ લિટર લેબલ વગરના પડતર ઠંડા પીણાંનો નાશ કરી રૂ.એક હજારનો દંડ વસુલ
૨. માં વૈષ્ણવી કેળાં વેફર પરાબજાર, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસે, રાજકોટને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી ૧૦ કિલો દાજિયું તેલનો નાશ કરી તથા રૂ.૫૦૦નો દંડ વસુલ
૩. જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી, લાખના બંગલા વાળો મેઇન રોડ, રાજકોટને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૪. બાલાજી ફરસાણ માર્ટ: અક્ષર નગર મેઇન રોડ, લાખના બંગલા સામે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે ખાદ્ય તેલ/ઘી નો પ્રકાર દર્શાવતું બોર્ડ લગાવવા તથા મીઠાઈ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.એક હજારનો દંડ વસૂલ તથા ગુંદીના લાડુ, ચવાણુંના નમૂના લેવામાં આવેલ.
૫. નંદા બ્રધર્સ: કંસારા બજાર નવાનાકા મેઈન રોડ કોર્નર, રાજકોટ ખાતેથી ચોકો બોલ કન્ફેક્શનરી અને મિક્સ મુખવાસના નમૂના લેવામાં આવેલ.
૬. રામેશ્વર ડેરીફાર્મ: નંદનવન ટાવર, શોપ નં.૩, રણુજા મંદિર સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતેથી ભાખરવડી નમકીન, કાજુ કતરીના નમૂના લેવામાં આવેલ.
૭. અમૃત મુખવાસ, પરા બજાર મેઇન રોડ, રાજકોટ ખાતેથી તલ અળસીનો મિક્સ મુખવાસ, મીઠા પાન મસાલા માઉથ ફ્રેશનરના નમૂના લેવામાં આવેલ.
૮. પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ ખાતેથી મીઠા આમળા કેન્ડી, તલ ધાણાદાળ મિક્સ મુખવાસના નમૂના લેવામાં આવેલ.
૯. પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મ, ન્યુ એમ્પાયર બિલ્ડીંગ, શોપ નં.૧૩, ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ફૂડ ચેકીંગ દરમિયાન (૧)કાજુ કેરેમલ લાડુ મીઠાઈ, મકાઈ પૌવા ડ્રાયફ્રુટ ચેવડો (લુઝ)ના નમૂના લેવામાં આવેલ.
૧૦. આશાપુરા હોટલ(પાન એન્ડ કોલ્ડડ્રીક્સ), એજી ચોક, પુષ્કરધામ રોડ કોર્નર, કાલાવડ રોડ, રાજકોટને ફૂડ લાઇસન્સ ન દર્શાવવા બાબતે નોટિસની બજવણી