BREAKING NEWS

છે કોઈ કહેનાર ? ડેંગ્યુ-મેલેરિયાનો એક કેસ નથી છતાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કાર્યવાહી?

  • May 04, 2026 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે - ટાઇફોઇડ અને કમળા સહિતના પાણીજન્ય રોગચાળાના કેસ મળવા લાગ્યા છે. દરમિયાન આશ્ચર્યજનક બાબત તો એ છે કે હાલ સમગ્ર શહેરમાં છેલ્લા એક સમાહમાં ડેંગ્યૂ કે મેલેરિયાનો એક પણ કેસ નથી તેમ છતાં મહાપાલિકા મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવાની કામગીરી કરી રહી છે! જ્યારે ખરેખર તો હાલ આઈસ ફેક્ટરીઓ, ગોલા, કોલ્ડડ્રિસ શોપ, ચીચોડા, બોટલિંગ પ્લાન્ટ્સ વિગેરેમાં ચેકિંગની ખાસ જરૂર છે પરંતુ નવા ચૂંટાયેલા નગરસેવકો હજુ ખુરશીએ બેઠા ન હોય કોઈ કહેનાર નથી તેથી તેવી કામગીરી કરાતી નથી. કરમિયાન મ્યુનિ હેલ્થ ઓફિસરએ આજે જાહેર કરેલા વિકલી હેલ્થ રિપોર્ટ અનુસાર શહેરમાં છેલ્લા એક સમાહ દરમિયાન ડેન્ગ્યુના શૂન્ય કેસ, મેલેરિયાના શૂન્ય કેસ, ચિકન ગુનિયાના શૂન્ય કેસ, ટાઈફોઈડનો વધુ એક કેસ સહિત સીઝનના કુલ ૯ કેસ, કમળાના વધુ બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત શરી ઉધરસના ૭૪૯ કેસ, તાવના ૭૧૧ કેસ, ઝાડા ઉલ્ટીના ૪૨૩ કેસ નોંધાયા છે. જો કે આ મામલે ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ મહાપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંકડા હાસ્યાસ્પદ છે કારણ કે ખરેખર જાહેર કરાયેલા કેસ કરતા દસ ગણા વધુ કેસ મળી રહ્યા છે.વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક સમાહમાં સમગ્ર શહેરમાં ૪૪,૧૧૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૦૩ ઘરોમાં ફોગિંગ કરાયું હતું મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એક્ઝો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ રોગ અટકાયતીના કલોરિન ટેસ્ટમાં તમામ સેમ્પલ પાસ ! રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના કુલ ૧૦૫૮ સેમ્પલ લઈ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દરમિયાન આ તમામ સેમ્પલ પરીક્ષણમાં રાબેતા મુજબ પાસ થયા હતા. ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુફાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૮૨૩ પ્રીમાઈસીસ જેમાં બાંધકામ સાઇટ, સ્કૂગલ હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકાર કચેરી વિગેરે સ્થળે મચ્છર ઉત્પતિ સબલ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૮૦ અ-કોર્મશીયલમાં ૩૪ સહિત કુલ ૩૧૪ આસામી-નોટીસ ફટકારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application