ગુજરાત હાઈકોર્ટે એક અત્યતં સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવતા મહત્વપૂર્ણ અવલોકન કયુ છે કે, વૃદ્ધ અને અશકત માતા–પિતાને જીવનનિર્વાહના સાધનો અને પોષણ પૂં પાડવું એ સંતાનોની માત્ર નૈતિક જ નહીં, પરંતુ કાયદાકીય ફરજ પણ છે. આ મહત્વનો ચુકાદો મહેસાણાના એક કિસ્સામાં હાઈકોર્ટે આપ્યો છે.
મહેસાણાની એક ૮૩ વર્ષીય વૃદ્ધ વિધવા માતાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી. મહિલાએ સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે, તેમના પતિએ કાયદેસરની વસિયત કરી હતી, જેમાં મિલકતનો એક ભાગ તેમના હિસ્સામાં આવ્યો હતો. તેમ છતાં, તેમના સાવકા પુત્ર દ્રારા તેમની સાથે દુવ્ર્યવહાર કરવામાં આવતો હતો અને તેમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘર સંયુકત માલિકીનું હોવા છતાં પુત્રએ માતાને ઘરવિહોણા કરી દીધા હતા.
ફેમિલી કોર્ટે આ મામલે સુનાવણી કરી માતાને દર મહિને પાંચ હજાર પિયાનું ભરણપોષણ ચૂકવવા પુત્રને આદેશ કર્યેા હતો. જોકે, સાવકા માતા હોવાનો મુદ્દો ઉઠાવીને આ ભરણપોષણ આપવાનો ઇનકાર કરવા માટે પુત્રએ હાઈકોર્ટમાં 'કવોશિંગ પિટિશન' દાખલ કરી હતી.
હાઈકોર્ટે પુત્રની આ દલીલને ફગાવી દેતા જણાવ્યું હતું કે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૧૨૫ હેઠળની કલ્યાણકારી જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે કોઈ પણ વૃદ્ધ માતા–પિતા લાચારી, અત્યતં ગરીબી કે ભૂખમરાની સ્થિતિમાં ન મુકાય. કોર્ટે નોંધ્યું કે મહિલા ૮૩ વર્ષની વયના છે અને પોતાની દેખભાળ કરવામાં અસમર્થ છે, કારણ કે તેમની ચાર દીકરીઓના લ થઈ ચૂકયા છે અને તેમને કોઈ સગો પુત્ર નથી.
હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ્ર કયુ કે, આ કેસમાં ફેમિલી કોર્ટ સમક્ષ ભરણપોષણની અરજી હજુ પેન્ડિંગ છે અને હાલ માત્ર વચગાળાના નિર્દેશો આપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પુત્રની પિટિશન યોગ્ય નથી. કોર્ટે માનવીય સંવેદનાને પ્રાધાન્ય આપતા ટકોર કરી હતી કે, માતા–પિતાને રઝળતા મૂકનાર સંતાનોએ કાયદાના કડક પાસાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. આ ચુકાદો સમાજમાં વૃદ્ધોની સુરક્ષા અને તેમના અધિકારો માટે એક મજબૂત દાખલો બેસાડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application