વાણીવિલાસ માટે પંકાયેલા યુટયુબર બન્ની ગજેરા સામે તાજેતરમાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં તેણે વાયરલ કરેલા વીડિયોને લઈને ચાર સહિત છ ગુના નોંધવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારા કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જેમાં ગોંડલના પિયુષ રાદડિયા મારફત નામચીન ગુજસટોકના આરોપી નિખિલ દોંગાના દોરી સંચારથી બન્ની ગજેરાએ આ વિડીયો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી આ પ્રકરણમાં પોલીસે હવે નિખિલ દોંગાની શોધખોળ શરૂ કરી છે. ગુજસીટોકના ગુનામાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે પણ પોલીસ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બન્ની ગજેરા દ્વારા જે વિડીયો બનાવી રાજકીય અગ્રણીઓ અને સમાજના અગ્રણીઓ વિશે આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા તે સમગ્ર કાવતરૂ હોય અને તેમાં માસ્ટર માઇન્ડ નિખીલ દોંગા હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોંડલ અને જેતપુર પંથકના રાજકીય અગ્રણીઓ અને પટેલ સમાજના આગેવાનોને લઈ જેતપુરના મોટા ગુંદાળામાં રહેતા યુટયુબર બન્ની ગજેરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેફામ આક્ષેપબાજી સાથેના વીડિયો મૂક્યા હોય જે અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધવામાં આવ્યા હતા. આ સિવાય પણ બન્ની સામે એટ્રોસિટી અને છેતરપિંડી અંગેના અન્ય બે ગુના પણ નોંધાયા હતા. બન્ની ગજેરાને રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશે તથા માહિતી આપવા અંગે ગોંડલના પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા પોલીસ દ્વારા બન્ની ગજેરાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ ચલાવતા 40 વર્ષીય નિખિલ દોંગા જેની સામે ૧૦૦ થી વધુ ગુના નોંધાયેલા છે અને ૧૦ થી વધુ વર્ષથી જેલવાસ ભોગી રહ્યો છે. નિખિલ દોંગા દ્વારા ગોંડલના પિયુષ રાદડિયાને મધ્યસ્થી રાખી બન્ની ગજેરાને આવા વિડીયો બનાવવા માટે આર્થિક પ્રોત્સાહન સહિતની મદદથી પૂરી પાડવામાં આવતી હતી અને નિખિલ દોંગાના દોરીસંચાર હેઠળ જ બન્ની ગજેરાએ આ પ્રકારના વિડીયો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ પ્રકારના ઈરાદાઓને પાર પાડવા માટે આવા વીડિયો બનાવ્યા હોવાનું સામે આવતા પોલીસે આ પ્રકરણમાં નિખિલ દોંગાનું નામ ખોલી હવે તેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ની ગજેરા અને ગોંડલના પીયૂષ રાદડીયાના એક બાદ એક કારનામાં બહાર આવી રહ્યાં છે. જેમાં ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખના પતિને પણ બન્ની ગજેરાએ ન છોડ્યા અને ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપ કર્યા હતાં. તેમજ ગોંડલનો પીયૂષ રાદડીયા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખનો પિછો કરતો હોવાનું સામે આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પ્રમુખ અશ્વિન ઠૂંમર અને ઉપ પ્રમુખ વિશાલ ખૂંટ અલ્પેશ ઢોલરીયાના મિત્ર છે, કામના બહાને મહિલાઓને ફસાવી ઉપયોગ કરે છે તેવો આક્ષેપ થતાં સુલતાનપુર અને ગોંડલ તાલુકા અને જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.
ગુજસીટોકના ગુનામાં નિખિલના જામીન રદ કરવા રિપોર્ટ કરાયો
રાજકોટ જિલ્લા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક બન્ની ગજેરાના વીડિયો પ્રકરણમાં નામચીન નિખિલ દોંગાનું નામ સામે આવ્યું છે. નિખિલ દોંગાને ગુજસીટોકના ગુનામાં શરતોનો આધિન જામીન મળ્યા છે. પરંતુ જેલમુકત થયા બાદ તેણે આ શરતોનું ઉલ્લંઘન કર્યું હોય તેના જામીન રદ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
રીબડાના અનિરૂધ્ધસિંહ-રાજદિપસિંહ,રહીમ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવા કાર્યવાહી
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.૩/૫ ના રોજ રીબડાના યુવક સામે સગીરા સાથે દુષ્કર્મ આચાર્યની ફરિયાદ બાદ અમિત ખુંટ નામના આ યુવાને આપઘાત કર્યો હતો. જે અંગે ગોંડલ તાલુકા પોલીસે ચિઠ્ઠીના આધારે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા તેના પુત્ર રાજદીપસિંહ બે વકીલ સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં જુનાગઢના રહીમ મકરાણી અને રીબડાના અને અનિરૂધ્ધસિંહ તથા તેનો પુત્ર રાજદિપસિંહ ફરાર હોય જે નેપાળ બોર્ડરથી ભારત છોડી ભાગી ગયા હોવાની માહિતીના આધારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ત્રણેય સામે લુક આઉટ નોટિસ જાહેર કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બન્ની ગજેરા વિરુદ્ધ પાસાની કાર્યવાહી માટે તજવીજ
સોશિયલ મીડિયામાં સામાજિક- રાજકીય અગ્રણીઓ વિશે બેફામ વાણીવિલાસ કરનાર બન્ની ગજેરા સામે એક બાદ એક છ ગુના નોંધાયા છે. ત્યારે યુટયુબર બન્ની ગજેરા વિરુદ્ધ જિલ્લા પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. બન્ની ગજેરાનો ગુનાહિત ઈતિહાસ ચેક કરી તેની સામે ટૂંક સમયમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech