રાત્રે પણ જવાબદાર સ્ટાફ સબંધિત કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે, જેમાં જુદા જુદા વોર્ડમાં આધુનિક મશીન વડે ભૂગર્ભ ગટરની કરાઈ રહી છે સાફ-સફાઈ...
ચોમાસાની ઋતુ હવે આંગણે ટકોરો મારી રહી છે. ત્યારે જામનગરમાં તંત્ર દ્વારા પ્રી મોન્સુન કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ચોમાસામાં નાગરિકને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે નદી અને કેનાલની સફાઇ કામગીરી લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે, 11 જેટલી ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં મોકલીને કામગીરી કરવામાં બાદ રાત્રિના સમયમાં પણ કામગીરી અવિરત રહે છે. રાત્રે પણ જવાબદાર સ્ટાફ સબંધિત કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે. જુદા જુદા વોર્ડમાં આધુનિક મશીન વડે સાફ સફાઈ ચાલી રહી છે.
ગત વર્ષે જામનગરમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર વિનાશ વેરાયો હતો ફરી આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર કામગીરીમાં જોતરાયું છે. અને જવાબદાર સ્ટાફ દ્વારા સતત કામગીરીનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. હાલ સુધીમાં તમામ મુખ્ય કેનાલોની સાફ-સફાઇ કરી દેવામાં આવી છે, અને જરૂર પડશે ત્યારે વખતો વખત સફાઇની કામગીરી ચાલતી રહેશે.
સફાઈ અને ચોમાસા અગાઉની કામગીરી માટે 50 લાખ રૂપિયાનું બજેટ ફાળવાયું છે, વિવિધ ટીમોને કામે લગાડી એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે,રણમલ તળાવમાં આવતી દરેડની કેનાલ, 49-દિ.પ્લોટ પાસેની કેનાલ, દવા બજાર, સોનલનગર, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, વિભાપર નવનાલા સહિતની કેનાલ સહિતની રંગમતી-નાગમતી નદીની કેનાલોને એક વખત સાફ કરી દેવામાં આવી છે.હવે ભૂગર્ભ ગટરની ખાસ સફાઈ ચાલી રહી છે. આ માટે તંત્ર દિવસ રાત એક કરી કામગીરી કરે છે.
ખાસ વાત તો એ છે કે રાત્રિ દરમિયાન પણ જામનગરમાં પ્રિ મોન્સુન કામગીરી ચાલી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન પ્રી મોનસુન કામગીરી અંતર્ગત ખાસ ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી રહી છે. જેમ જુદા જુદા વોર્ડમાં આધુનિક જેટિંગ મશીન ચાલી રહ્યા છે. હાલ જામ્યુકો પાસે 11 જેટલા આવા મશીનો આવેલ છે. વધુમાં 4 બકેટ મશીન પણ આ કામગીરીમાં જોતરાતા છે. તથા 1 સક્સેન મશીન દ્વારા અલગ અલગ જગ્યાએ વોટ વાઈઝ કામગીરી ચાલી રહી છે.જ્યાં જરૂર જણાઈ ત્યાં આવા મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech