એરટેલ પછી હવે દેશની સૌથી મોટી ટેલિકોમ સેવા પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ પણ ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે કરાર કર્યા છે. ગઈકાલે ટેલિકોમ કંપની ભારતી એરટેલે અમેરિકન કંપની સાથે કરાર કર્યો હતો. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી. આ કરાર હેઠળ, સ્પેસએક્સ અને એરટેલ બિઝનેસેસ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે. એરટેલના હાલના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક ટેક્નોલોજીને ઈન્ટિગ્રેટ કરવાની શક્યતા શોધવામાં આવશે.
સ્ટારલિંક વિશ્વભરના યુઝર્સને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપે છે. તેની પાસે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 7 હજારથી વધુ સેટેલાઈટનું વિશ્વનું સૌથી મોટું સેટેલાઈટ નેટવર્ક છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વીડિયો કોલ સરળતાથી કરી શકાય છે. સ્ટારલિંકનું કામ સેટેલાઇટ દ્વારા દૂરના વિસ્તારોને પણ ઝડપી ઇન્ટરનેટથી જોડવાનું છે. આમાં, કંપની એક કિટ પૂરી પાડે છે જેમાં રાઉટર, પાવર સપ્લાય, કેબલ અને માઉન્ટિંગ ટ્રાઇપોડનો સમાવેશ થાય છે. હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે આ ડિશ ખુલ્લા આકાશ નીચે મૂકવામાં આવી છે. સ્ટારલિંકની એપ iOS અને Android પર ઉપલબ્ધ છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ સુધી બધું જ કરે છે.
સેટેલાઈટ્સ દ્વારા ઇન્ટરનેટ તમારા સુધી કેવી રીતે પહોંચે છે?
સેટેલાઈટ્સ ધરતીના કોઈપણ ભાગથી ઇન્ટરનેટ કવરેજને શક્ય બનાવે છે. સેટેલાઈટ્સનું નેટવર્ક યુઝર્સને હાઇ-સ્પીડ, લો-લેટન્સી ઇન્ટરનેટ કવરેજ પૂરું પાડે છે. લેટન્સી એ ડેટાને એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય દર્શાવે છે.
સ્ટારલિંક સાધનો એરટેલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે
એરટેલ અને સ્પેસએક્સ એરટેલના રિટેલ સ્ટોર્સ પર સ્ટારલિંક સાધનો ઓફર કરવાની શક્યતા શોધશે. એરટેલ દ્વારા વ્યવસાયિક ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પ્રદાન કરવાની શક્યતાઓ પણ શોધવામાં આવશે. સમુદાયો, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોને જોડવાની અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સેવાઓ પૂરી પાડવાની શક્યતાઓ શોધીશું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેલિકોમ, ઈન્ટરનેટ અને ડિજિટલ બિઝનેસ માટે 5 વર્ષમાં લગભગ 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે,જેના ઓક્ટોબરના અંતમાં 47 કરોડ વાયરલેસ ગ્રાહકો છે. ગયા વર્ષે જૂનમાં ટેરિફમાં વધારાને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નફામાં ઉછાળો આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech