BREAKING NEWS

જૂનાગઢ: નવા શૈક્ષણિક ક્ષેત્રમાં ઓફલાઈન શિક્ષણ જ લાગુ કરો: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

  • May 30, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળે નવા સત્ર થી ઓફલાઈન શિક્ષણ જ લાગુ કરવા તથા ઉનાળુ વેકેશન લંબાવવાના બદલે રાબેતા મુજબ શૈક્ષણિક સત્ર કાર્યરત થાય તે માટે જિલ્લ ા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લ ા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ જીપી કાઠીએ મુખ્યમંત્રી તથા કેબિનેટ શિક્ષણ મંત્રીને સંબોધિત પત્ર પાઠવી જણાવ્યું હતું કે કોરોના સમયગાળામાં લાંબા સમય સુધી શાળાઓ બધં રહેતા વિધાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની એકાગ્રતા, લેખન ક્ષમતા જેવા અનેક પાસાઓ પર અસર પડી હતી.ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક સ્તરના વિધાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ ઓછો જોવા મળ્યો હતો.
ત્યારબાદ શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. રાયની તમામ શાળાઓ તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાતી બોર્ડની પરીક્ષામાં અભ્યાસ સમયસર પૂરો કરવો એ મોટો પડકાર છે. શૈક્ષણિક સત્ર મોડું શ થાય તો વિધાર્થીઓ પર અભ્યાસનો વધારાનો બોજ આવે તેમ છે. અને પુનરાવર્તન તથા પ્રેકિટસ માટે પુરતો સમય ન મળતા વિધાર્થીઓના સવાગી વિકાસ પર ગંભીર અસર પડશે. વિકાસ, ગુણવત્તા સભર શિક્ષણ, શિસ્ત બદ્ધ અભ્યાસક્રમ, અને માનસિક સ્વાસ્થ્ય માટે સમયસર શાળાઓ શ કરી પ્રત્યેક શિક્ષણ જ મળે તે જરી છે.જેથી વિધાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે ઉનાળુ સત્ર ન લંબાવવા તથા ઓફલાઈન મોડમાં જ શિક્ષણ કાર્યરત કરવા જુનાગઢ જિલ્લ ા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્રારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application