BREAKING NEWS

જૂનાગઢ કલેકટર તંત્ર એકશનમાં: ગીર બોર્ડરમાં વધુ ૧૩ ગેરકાયદેસર બાંધકામો બધં કરવા આદેશ

  • July 30, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરના સંવેદનશીલ ઇકો–સેન્સિટિવ ઝોનમાં વર્ષેાથી ધમધમતા ગેરકાયદેસર રિસોર્ટ, હોટેલ અને કોમર્શિયલ એકમો સામે આખરે જૂનાગઢ જિલ્લ ા કલેકટર તત્રં દ્રારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવા નીમાયેલા કલેકટર યોગેશ ચૌાધરીએ જણાવ્યું કે, ગીર બોર્ડર પરના ગેરકાયદેસર બાંધકામો અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ બધં કરવાના આદેશો આપવામાં આવ્યા છે. અગાઉ ૨૬ બાંધકામો બાદ વધુ ૧૩ ગેરકાયદેસર બાંધકામોને તંત્રએ લિસ્ટેડ કર્યા  છે. અત્યાર સુધીમાં કુલ ૩૯ બાંધકામો વિદ્ધ કડક કાર્યવાહી શ કરવામાં આવી છે. જોકે બાંધકામો થતા હતા તે સમયે શુ નિયમ ખબર ન હતો કે હાઇકોર્ટની ફટકાર બાદ તત્રં જાગૃત થયું તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ગીર બોર્ડરમાં ઇકોસેનસીટીવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અંગે ગઈકાલે કલેકટરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તત્રં દ્રારા થઈ રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી. અગાઉ જિલ્લા કલેકટર તત્રં દ્રારા ૨૬ ગેરકાયદેસર બાંધકામો વિદ્ધ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા હતા  ત્યારબાદ વધુ ૧૩ ગેરકાયદેસર બાંધકામો વિદ્ધ કાર્યવાહી શ કરવામાં આવી છે. આ તમામ કાર્યવાહીમાં મુખ્યત્વે નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના  જણાવ્યા મુજબ ઇકો–સેન્સિટિવ ઝોનનું જાહેરનામું ૨૦૧૫થી જ અમલમાં છે જેમાં ૧ કિલોમીટરની ત્રિયામાં તમામ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર સખત મનાઇ છે. જેથી શરતભગં થયેલા બાંધકામો વિદ્ધ કાર્યવાહી શ કરવામાં આવી છે. તત્રં નિયમને નેવે મૂકી થયેલા બાંધકામો વિદ્ધ આકરી કાર્યવાહી કરશે. તેમ જણાવી દબાણ સાખી લેવાશે નહીં તેવી સ્પષ્ટ્ર ચીમકી આપી છે. તો બીજી તરફ ૨૦૧૫થી ૨૦૨૪–૨૫ સુધીમાં ગીરની સરહદ પર ગેરકાયદે હોટેલો, રિસોર્ટ અને રેસ્ટોરન્ટસ ફલેલા–ફાલેલા રહ્યા. આટલા વર્ષેા સુધી સ્થાનિક વહીવટી તંત્ર, વન વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદે બાંધકામો કેમ ન દેખાયા ? શું આ બધું અધિકારીઓની મીલાપીપણા કે આખં આડા કાન કરવાની નીતિ વગર શકય હતું ? યારે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું ત્યારે જ તંત્રએ સર્વે અને કેસ ચલાવવાની કવાયત હાથ ધરી.ગીર બોર્ડર પર જૂનાગઢ જિલ્લ ાની હદમાં કુલ ૬૭ કેસમાંથી ૫૧ કેસમાં ઓર્ડર થયા છે. જેમાંથી ૩૯  એકમોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ બધં કરવાના આદેશો અપાયા છે. આગામી દિવસોમાં હજુ પણ બાકીના ગેરકાયદેસર એકમો બધં કરવાના હત્પકમ થશે. તેવા દાવા કરવામાં આવ્યા છે. નિયમ મુજબ એક કિલોમીટરની ત્રિયા માં કોમર્શિયલ બાંધકામ હશે તો તેને બધં કરી દેવામાં આવશે અને રહેણાંક પૂરતો જ ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી છે. જે બાંધકામનું લિસ્ટ તૈયાર કયુ છે તે તમામ રેસ્ટોરન્ટ અને હોટલ જ છે જેથી તત્રં કઈ દિશામાં કાર્યવાહી કરે છે તે અંગે મીટ મંડાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News