જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો કંપની દ્રારા રોપ વેનુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે લાખો ભાવિકો રોપવેની સફર કરે છે વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીના કારણે ગિરનાર રોપવે આગામી તા.૨થી ૧૦ જૂન સુધી બધં રહેશે.ગિરનાર રોપ–વેના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રોપ–વેની કામગીરી અને સુરક્ષાના હેતુથી વાર્ષિક મેન્ટેનન્સ હાથ ધરવામાં આવનાર છે. આ મેન્ટેનન્સ કામગીરીને કારણે તા. ૨જૂન થી તા. ૧૦ જૂન સુધી રોપ–વે સંપૂર્ણપણે બધં રાખવામાં આવશે. આઠ દિવસ દરમિયાન મુસાફરો માટે રોપ–વે બુકિંગ બધં રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, તા.૧૧ જૂનથી રોપ–વે પુન: કાર્યરત થશે..