સોશિયલ મીડિયાના જમાનામાં અવનવા તરકટ થઈ રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનું ફેક ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઇડી બનાવી બદનામ કરવા પ્રયાસ આચરનાર અજાણ્યા ઇસમ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય એ પ્રાથમિક વિગત પ્રાપ્ત કરતા ડમી આઈડી પાકિસ્તાનથી બનાવ્યા હોવાનું ખુલ્યું હતું. જેથી ધારાસભ્યના નામ અને ફોટાનો દુરુપયોગ કરી ગેરમાર્ગે દોરવાના પ્રયાસ સબબ ફેક્ટરીના સેક્રેટરીએ અજાણ્યા ઇસમ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ને અગાઉ આંતરરાષ્ટ્રીય નંબર પરથી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જોકે પોલીસે ગુનામાં સંડોવાયેલ વેરાવળ તથા કોન્ગોથી મુખ્ય આરોપીને ઝડપી લીધા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ને બદનામ કરવા વધુ એક સાઇબર માફિયાઓએ પ્રયાસ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ ખાતે રહેતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ના નામે અજાણ્યા ઇસમે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી બનાવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. ધારાસભ્ય ના ફોટા નો દુરુપયોગ કરીને ખોટા મેસેજ કરી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થતા સંજયભાઈ એ સાયબર સેલમાં અજાણ્યા ઈસમે આચરેલ કીમિયા અંગે જાણ કરી હતી. ડમી ફેસબુક આઈડી અંગે મેટા પાસેથી માહિતી માગવામાં આવી હતી જેમાં ફેસબુક આઈડી પાકિસ્તાનથી બનેલ હોવાની માહિતી મળેલ હતી. જે સંદર્ભે મેટાણા માધ્યમથી પાકિસ્તાનનો સંપર્ક કરતા ક્યાંથી આઈડી અંગેની માહિતી આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન મેટા તરફથી મળેલ માહિતીના આધારે વધુ તપાસ હાથ ધરતા ઈન્સ્ટાગ્રામ આઈડી જે નંબર પરથી વાપરવામાં આવ્યું તે શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યા હતા્. જેથી ધારાસભ્યના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી રહે વનરાજ ફૂડ ફેક્ટરી મજેવડી દરવાજાએ અજાણ્યા ઈસમ સામે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની છબીને ખરડવાનો પ્રયાસ કરવા બદલ બી ડિવિઝનમાં અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application