જૂનાગઢમાં મીટરગેજ સ્ટેશનને મંજૂરી મળી છે. શહેર મધ્યમાંથી નીકળતા સાત ફાટકો દૂર થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે. મહાનગરપાલિકા દ્રારા રેલવે સ્ટેશનથી મીટર ગેજ સ્ટેશન સુધી ઈ બસ દોડાવશે.રેલ્વે બોર્ડ દ્રારા મીટરગેજ સ્ટેશન બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગઈકાલે મહાનગરપાલિકા કચેરીએ શાસકો દ્રારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રેલવે તત્રં દ્રારા ગ્રૌફેડ વિસ્તારમાં નવી મીટર ગેજ સ્ટેશનના નિર્માણ મંજૂરી અંગે વિગત આપી હતી. પ્રારંભિક વકતવ્ય શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણીએ આપ્યું હતું અને કેન્દ્ર સરકાર દ્રારા જૂનાગઢની ટ્રાફિકને સમસ્યા હળવી કરવા સ્ટેશન નિર્માણ અંગે માહિતીકાર કર્યા હતા. મેયર ધર્મેશભાઈ પોશિયાના જણાવ્યા મુજબ શહેર મધ્યમાં ફાટક હોવાથી ટ્રાફિકની અવારનવાર સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકા દ્રારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તે સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક વર્ષમાં જ ફાટકની સમસ્યામાં મુકિત આપવા વચન આપ્યું હતું. હાલ રેલવે બોર્ડ દ્રારા સ્ટેશન મંજૂરી આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જમીન હસ્તગત કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર સ્ટેશન નિર્માણની કામગીરી શ થશે. સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લ વીબેન ઠાકરે જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશનથી મીટર ગેજ સ્ટેશન સુધી લોકોને અવર–જવરમાં સરળતા રહે તે માટે મહાનગરપાલિકા ઈ બસ દોડાવશે. રેલવે ફાટકના સંચાલન અને ફરજમાં રોકાયેલ રેલવે કર્મચારીઓને અન્ય જગ્યાએ કામગીરીમાં રખાશે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગર પાલિકા મીટરગેજ લાઈન બધં થયા બાદ ખાલી જગ્યા પર બ્રોડગેજ યાર્ડ ઉપરાંત શહેરના વિકાસલક્ષી કાર્યેા માટે જમીનનો ઉપયોગ કરાશે. તેઓના જણાવ્યા મુજબ ફાટક મુકત કરવા માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ઉપરાંત પૂર્વ મંત્રી ભાવનાબેન ચીખલીયા, પૂર્વ મંત્રી મોહનભાઈ પટેલ, પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય તથા જાગૃત નાગરિકોની પણ મહત્વની ભૂમિકા રહી હતી. જોકે મીટરગેજ સ્ટેશન માટે હજુ તો સૈદ્ધાંતિક મંજૂરી મળી છે તબક્કાવાર રેલવે તત્રં દ્રારા જ તમામ કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કેન્દ્ર સરકાર દ્રારા લેવાયેલ નિર્ણયને આવકાર્યેા હતો. પત્રકાર પરિષદમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ પાલીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લ વીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ અજવાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application