વ્યાજે લીધેલા . ૬૦ લાખના વ્યાજ સહિત . ૭૦.૮૦ લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાંની ઉઘરાણી મકાનના દસ્તાવેજો પરત નહીં આપ્યાની મની લેન્ડિંગ એકટ હેઠળની ફરિયાદમાં ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાએ કરેલી આગોતરા જામીન અરજીમાં કોર્ટમાં ફરિયાદીએ જવાબ રજૂ કરવા સમય માંગતા આગોતરા જમીન અરજીમાં આવતીકાલની મુદત પડી છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સૂર્યેાદય સોસાયટી, ગંગા એપાર્ટમેન્ટ સામે રહેતાં અને જુના માર્કેટીંગ યાર્ડ ઉપર ગજાનન રિ–પાવરિંગ નામનું કારખાનુ ધરાવતા સુરેશભાઈ અમરસિંહભાઈ પરમારે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તેમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહીનામાં ધંધાના કામે .૬૦ લાખની જર પડતા પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા)એ ત્રણ મહીનાના ૩ ટકા લેખે એડવાન્સ વ્યાજ પેટે .૫.૪૦ લાખ વ્યાજના કાપી ા.૨૯.૬૦ લાખ રોકડા આશાપુરા ફાયનાન્સની ઓફીસ પર આપેલ અને . ૨૫ લાખનું આરટીજીએસ કરી કુલ . ૫૪.૬૦ લાખ તેઓને આપેલ હતા. તેની સિકયુરિટી પેટે ૫–૫ લાખના સાત ચેક લખાવી લઇ લીધેલ હતા.
જે રકમ સામે કારખાનેદારે .૭૦.૮૦ લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત નહિ આપ્યાના આક્ષેપ સાથે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જે ગુનામાં પોલીસ દ્રારા ધરપકડની દહેસતે પી.ટી. જાડેજાએ તેમના વકીલ સુરેશ ફળદુ મારફત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. પી.ટી. જાડેજાએ આગોતરા જામીન અરજી કરતા પોલીસ દ્રારા પી.ટી. જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરવા વિવિધ મુદા સાથે કોર્ટમાં સોગંધનામું રજૂ કયુ હતું. તેમજ આજે મૂળ ફરિયાદી કારખાનેદારે પી.ટી. જાડેજાએ કરેલી જામીન અરજી સામે વાંધા રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગતા આગોતરા જામીન અરજીમાં મુદત પડી છે. જે જામીન અરજી પર આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech