BREAKING NEWS

LGનો મોટો ધમાકો, ભારતમાં લોન્ચ કરી 115 ઈંચની એઆઈ સ્માર્ટ ટીવી, જાણો કિંમત

  • August 04, 2026 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ ભારતમાં તેની નવી 2026 એઆઈ ટીવી સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ કુલ 25 મોટા સ્ક્રીન મોડેલો રજૂ કર્યા છે જેમાં ઓએલઇડી ઈવો, ક્યુનેડ ઈવો મિનિ એલઇડી, માઇક્રો આરજીબી ઇવો, મિનિ આરજીબી ઈવો અને નોન 4કે યુએચડી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ લાઇનઅપમાં 115 ઇંચ સુધીનું મિનિ એલઇડી ટીવી પણ શામેલ છે, જે LGનું અત્યાર સુધીનું ભારતમાં સૌથી મોટું મિનિ એલઇડી મોડેલ છે. બધા ટીવી વેબઓએસ 26 અને અનેક એઆઈ સુવિધાઓ સાથે આવે છે.


કિંમત અને સુવિધાઓ

LGની નવી 2026 એઆઈ ટીવી સિરીઝ અધિકૃત રિટેલ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. સ્માર્ટ એઆઈ ટીવી એલબી65 સિરીઝ રૂ.19,990થી શરૂ થાય છે. નેનો 4કે યુએચડી સિરીઝ રૂ.38,990થી શરૂ થાય છે. ક્યુનેડ ઇવો મિનિ એલઇડી મોડેલ રૂ.52,990થી શરૂ થાય છે. ઓએલઇડી ઇવો સી6 રૂ.1,19,990થી શરૂ થાય છે, મિનિ આરજીબી ઇવો રૂ.1,28,990થી શરૂ થાય છે, ઓએલઇડી બી6 રૂ.1,47,490થી શરૂ થાય છે, ઓએલઇડી ઇવો જી6 રૂ.2,14,990થી શરૂ થાય છે અને માઇક્રો આરજીબી ઈવો રૂ.12,99,990થી શરૂ થાય છે.​​​​​​​


નવી એઆઈ ટીવી સિરીઝમાં બહુવિધ ડિસ્પ્લે ટેકનોલોજી

LGની નવી 2026 એઆઈ ટીવી લાઇનઅપમાં ક્યુનેડ ઇવો મિનિ એલઇડી, ઓએલઇડી ઇવો, માઇક્રો આરજીબી ઇવો, મિનિ આરજીબી ઇવો અને નેનો 4કે યુએચડી ડિસ્પ્લે ટેકનોલોજીઓ ધરાવતા મોડેલો શામેલ છે. કંપનીએ કુલ 25 અલ્ટ્રા-લાર્જ સ્ક્રીન ટીવી રજૂ કર્યા છે, જેની સ્ક્રીન સાઇઝ 75 ઇંચથી 115 ઇંચ સુધીની છે. ક્યુનેડ ઇવો મિનિ એલઇડી સિરીઝમાં ક્યુનેડ90, ક્યુનેડ86, ક્યુનેડ85, ક્યુનેડ82 અને ક્યુનેડ70 મોડેલો શામેલ છે. તેમાં આલ્ફા 8 એઆઈ પ્રોસેસર જેન3, ડાયનામિક ક્યુનેડ કલર પ્રો, પ્રેસીઝન ડીમીંગ અલ્ટ્રા, 330Hz સુધીનો રિફ્રેશ રેટ, 165Hz VRR અને ઓટો લો લેટન્સી મોડ જેવી સુવિધાઓ છે.


ઓએલઇડી, માઇક્રો આરજીબી અને નેનો 4કે ટીવીની વિશેષતાઓ

ઓએલઇડી ઇવો જી6 અને ઓએલઇડી ઇવો સી6માં આલ્ફા 11 ડ્યુઅલ એઆઈ એન્જિન પ્રોસેસર જેન 3, હાઇપર રેડિયન્ટ કલર ટેકનોલોજી, બ્રાઇટનેસ બૂસ્ટર અલ્ટ્રા, ડોલ્બી વિઝન, ડોલ્બી એટમોસ અને એનવીડિયા જી-સિંક અને એએમડી ફ્રીસિંક પ્રીમિયમ સપોર્ટ છે. જી6 મોડેલ પરંપરાગત ઓએલઇડી કરતા 3.9 ગણી વધુ બ્રાઇટનેસ ધરાવે છે અને 4કે 165Hz VRR ગેમિંગને સપોર્ટ કરે છે. માઇક્રો આરજીબી ઇવોમાં ટ્રિપલ 100% કલર કવરેજ છે, અને મિનિ આરજીબી ઇવોમાં ટેન્ડમ અલઇડી ટેકનોલોજી છે. નેનો 4કે યુએચડી સિરીઝ 98 ઇંચ સુધીની સ્ક્રીન, એચડીઆર10 પ્રો, આલ્ફા 7 એઆઈ પ્રોસેસર જેન 9 અને ડોલ્બી એટમોસ ઓફર કરે છે.


વેબ ઓએસ 26 અને એઆઈ સુવિધાઓથી સજ્જ

LGનું સમગ્ર 2026 એઆઈ ટીવી લાઇનઅપ વેબઓએસ 26 પ્લેટફોર્મ પર ચાલે છે. તેમાં વોઇસ આઈડી, એઆઈ કોન્સીર્જ, ગૂગલ જેમિની અને માઇક્રોસોફ્ટ કોપાયલટ ઇન્ટિગ્રેશન, LG શીલ્ડ, LG ગેમિંગ પોર્ટલ અને LG ચેનલ્સ છે. LG ચેનલો દ્વારા 150થી વધુ મફત લાઇવ ચેનલો ઉપલબ્ધ થશે. કંપની વેબઓએસ રિન્યુ પ્રોગ્રામ હેઠળ પાંચ વર્ષ માટે સોફ્ટવેર અપડેટ્સ પણ પ્રદાન કરશે. LG કહે છે કે ઓટીટી સ્ટ્રીમિંગ, લાઇવ સ્પોર્ટ્સ અને ગેમિંગ માટે મોટી સ્ક્રીનવાળા એઆઈ ટીવીની માંગ સતત વધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application