જૂનાગઢમાં ગંધ્રપવાડા ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે આજે સવારે અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત ભગવાન જગન્નાથજીનુ શાહી સ્નાન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના આસીસ્ટન્ટ કમિશનર જયેશ વાજા અને તેના પરિવાર તથા ભાવિકોના હસ્તે ભગવાનનું શાહી સ્નાન કરાયું હતું.અને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા.ત્યારબાદ મંદિર ખાતે ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ ,બીજ ભોગ હાંડી પ્રસાદ ધરવામાં આવ્યો હતો. સવારે યોજાયેલી આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી . રથયાત્રાના રૂટ પર સલામતીના ભાગરૂપે એસઆરપી સહીત ૨૦૦ પોલીસ જવાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતોે. આજે અષાઢી બીજના દિવસે પરંપરાગત રથયાત્રા અંતર્ગત બપોરે સાડા ત્રણ વાગે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્ય, સંતો મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો, યુવક મંડળો અને વિવિધ સંસ્થાઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં ચાંદીના સાવરણાથી પહીંદં વિધિ બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજી નગરચર્યા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બેન્ડ બાજાના સથવારે પ્રારંભે ચાંદીના સાવરણાથી પહિંવિધી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને ભાઈ બલરામના ત્રણેય રથોને દોરડા વડે ભાવિકો દ્રારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બહેન સુભદ્રાજીના રથને સમગ્ર રોડ પર બહેનો, વિવિધ મહિલા મંડળો અને મહિલાઓ દ્રારા પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. જે શહેરના વિવિધ માર્ગેા પર નીકળશે. શહેરના માર્ગેા પર જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે રથ યાત્રા આગળ પ્રયાણ કરાવવામાં આવેલ. રાસ મંડળી અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી યુવક મંડળ , સામાજિક સંસ્થાઓના સભ્યો જોડાયા છે. રથયાત્રાનું સેજના ઓટા પાસે કોમી એકતા સમિતિ દ્રારા રથયાત્રાનું સ્વાગત કરાશે. જગન્નાથજી મંદિરેથી રથયાત્રા શ થયા બાદ હાટકેશ્વર મંદિર, સેજની ટાંકી, જનતા ચોક, દિવાન ચોક, પચં હાટડી ચોક, એમ.જી.રોડ, કાળવા ચોક, જવાહર રોડ ભીડભંજન મહાદેવ મંદિર સહિતના માર્ગેા પરથી નીકળી સાંજે સાત કલાકે જગન્નાથજી મંદિરે સંપન્ન થઇ હતી. રથયાત્રાનું શહેરના વિવિધ માર્ગેા પર ઠેર ઠેર સ્વાગત કરાશે. રથયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્રારા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના માર્ગેા પર રથયાત્રા નીકળ્યા બાદ જગન્નાથજી મંદિરે રથયાત્રા સંપન્ન થયા બાદ મહા આરતી બાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થશે. અને રાત્રે વાંઝાવાડ વિસ્તારમાં આવેલા ખરડેશ્વર વાડીએ ભાવિકો માટે પ્રસાદનું આયોજન કરાયું છે. જગન્નાથજી ભગવાનની રથયાત્રામા સલામતીના ભાગરૂપે આઇજી રાજેન્દ્ર ચુડાસમાના માર્ગદર્શન, એસપી સુબોધ ઓડેદરાના નિદર્શન હેઠળ ડીવાયએસપી હીતેષ ઘાઘલીયા, એ ડિવિઝન પીઆઈ ડાંગર ઉપરાંત. રથયાત્રાના રૂટ પર એસઆરપી સહિત ૨૦૦ પોલીસ કર્મીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જેમાં ત્રણ પીઆઇ, ૭ પીએસઆઇ, ૧૪૦ પોલીસ કર્મીઓ, ૫૦ હોમગાર્ડ અને સ્ટાફ તૈનાત છે. પોલીસ જવાનો બોડીવોર્ન કેમેરાથી સ રહી સમગ્ર રથયાત્રાના રૂટ પર ડ્રોન ,સીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાંં આવી રહી છે