BREAKING NEWS

વડોદરા અને સુરતમાં ગેરકાયદે દવાઓના ગોરખધંધા પર FDCAના મોટા દરોડા, રૂ.42.6 લાખનો જથ્થો સીઝ, પેઢીના વેચાણ પરવાના કાયમી રદ

  • October 08, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ભેળસેળ યુકતખાદ્ય પદાર્થનું વેચાણ હોય કે દવાઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લેભાગુઓ સામે સરકાર દવારા લાલ આંખ કરવાં આવી છે, રાજ્યમાં ફૂડ વિભાગની ઘણા સમયથી ડ્રાઈવ ચાલી રહી છે તેની સાથે સાથે ગેરકાયદેસર દવાઓનો સંગ્રહ અને નકલી દવાઓ બનાવટ કરતી કંપનીઓ ઉપર પણ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદેસર દવાઓના સંગ્રહ તેમજ વેચાણ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશમાં મહારાષ્ટ્ર એનસીબીની ચોક્કસ બાતમીના આધારે વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ આવતી કફ સિરપની ૧૩,૯૩૮ બોટલો જેની અંદાજિત કિંમત રૂ. ૨૭.૮ લાખ તથા ટ્રામાડોલની ૧૨,૨૪૦ ટેબ્લેટ્સ જેની અંદાજિત કિંમત રૂ. ૫૦ હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ પેઢીને કાયદાના ગંભીર ભંગ બદલ તાત્કાલિક સીલ કરી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ પેઢીના વેચાણ પરવાનાઓ -૨૦બી અને ૨૧બી તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૬થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત,પેઢી સાથે સંબંધ ધરાવતી કરજણ સ્થિત 'મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ' ખાતે પણ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્યાંથી એનડીપીએસનો ઘટક ધરાવતી 'લોમોટીલ ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં, સ્થળ પર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી તથા નિયત તાપમાન જાળવવા માટેનું ફ્રિજ બંધ હાલતમાં હોવા સહિતની ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. આ ઉલ્લંઘન બદલ કારણ દર્શક નોટિસ પાઠવીને પેઢીના છૂટક દવાનો વેચાણ કરવાના પરવાનાઓ તા. ૦૫ ઓક્ટોબર ૨૦૨૬થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.


ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઇન પ્લેટફોર્મ પર 'સિલ્ડેઅફિલ સિટ્રેઇટ  જે પુરુષોમાં જાતીય પ્રવૃત્તિ અને ઉત્તેજના વધારવાના ઉપયોગમાં વપરાય છે. જે વાયગ્રા, પેનેગ્રા, કેવર્ટા વગેરે બ્રાન્ડના નામથી ઓળખવામાં આવે છે. એવી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરતી પેઢીઓ સામે પણ આકરાં પગલાં લેવામાં માટેની સૂચના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આપવામાં આવી હતી.  


આ ઝુંબેશ અંતર્ગત સુરતના વરાછા સ્થિત મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયાખાતે તારીખ ૦૧ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ પેઢી કોઈપણ માન્ય ડ્રગ લાઇસન્સ  વિના પોતાની વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી સિલ્ડેનાફીલ,મિનોક્સિડીલઃ  અને કેટેકોનાઝોલ  જેવી દવાઓનો રૂ. ૧૧.૨૬ લાખથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દવાઓના નમૂના સરકારી લેબોરેટરી  વડોદરા ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "મીસો  જેવા ઓનલાઇન પ્લેટફોર્મ કે પોતાની ખાનગી વેબસાઇટ મારફતે 'આયુર્વેદિક' ના નામે સિલ્ડેનાફીલ જેવી એલોપેથિક દવાઓ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિનાની દવાઓનું વેચાણ કરવું એ અત્યંત ગંભીર ગુનો છે. આવી ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર સિક્રેટ વોચ રાખવા માટે આગામી સમયમાં સાયબર સેલ અને એફડીસીએ ની સંયુક્ત ટીમ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ  કરવામાં આવશે.ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન કે પછી ભૌતિક સ્ટોર્સ દ્વારા ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવી જ રીતે સઘન ચેકિંગ અને કડકમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે આવશે.


મીસો ઉપર ખોટા નામે આયુર્વેદિક દવાઓનું વેચાણ થતું હતું 

સુરતના મોટા વરાછા સ્થિત 'મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ' ખાતે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પેઢી દ્વારા 'મીસો જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર "સિલ્ડેનાફીલ આયુર્વેદિક ના ખોટા નામે છેલ્લા એક જ મહિનામાં આશરે રૂ. ૩.૬૦ લાખની એલોપેથિક દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું હોવાના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ જ વ્યક્તિ સામે પરવાના વિના દવાનો સંગ્રહ કરવા બદલ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આથી, તેને 'પુનરાવર્તિત ગુનો' ગણીને 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦' હેઠળ અત્યંત કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application