૭ મેની વહેલી સવારે ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયું. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશક્ર દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર હત્પમલા કર્યા હતા. ત્યારબાદ ચાર દિવસ સુધી બંને દેશો વચ્ચે તણાવ અને સૈન્ય અથડામણો જોવા મળી હતી. આ ઘટનાના એક વર્ષ બાદ ભારતીય સૈન્યે ખાસ કરીને બે મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂકયો છે. વિશાળ પાયે ભૂગર્ભ માળખું ઉભું કરવું અને મજબૂત હવાઈ સુરક્ષા વ્યવસ્થા વિકસાવવી.
રક્ષણ તંત્રના અધિકારીઓ મુજબ, ઓપરેશન સિંદૂર અને વિશ્વભરના યુદ્ધોમાંથી મળેલા પાઠોના આધારે સૈન્ય હવે નવી રણનીતિઓ અપનાવી રહ્યું છે. તેમાં સૈનિકોની તૈનાતી, નવા હથિયારોની ખરીદી, ડ્રોન અને એન્ટી–ડ્રોન ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
ભારતીય સેનાએ મોટા પાયે ભૂગર્ભ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો બનાવવાનું શ કયુ છે. શઆતમાં આ સેન્ટરો આર્મીના કમાન્ડ અને કોપ્ર્સ હેડકવાર્ટર સ્તરે બનાવાશે અને પછી ડિવિઝનલ સ્તરે વિસ્તરણ થશે. આ સેન્ટરોમાં સી૪આઈ૨એસઆર સિસ્ટમ હશે, જે
કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનીકેશન, કોમ્પ્યુટર, ઈન્ટેલીજન્સ, ઇન્ફોર્મેશન, સર્વેલન્સ એન્ડ રિકોનિસન્સ જેવી સુવિધાઓ પૂરી પાડશે. આ સિસ્ટમ દ્રારા સેનાના તમામ દળો વચ્ચે સુરક્ષિત માહિતી વહેંચણી શકય બનશે અને યુદ્ધ દરમિયાન અધિકારીઓને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે.
આ ઉપરાંત, ભૂગર્ભ હોસ્પિટલ, લાંબા સમય સુધી રહેવા યોગ્ય બંકર, દાગોળા તથા ઈંધણ સંગ્રહ માટેની સુવિધાઓ પણ બનાવાશે. અધિકારીઓએ જણાવ્યું કે ૩ડી–પ્રિન્ટેડ બંકરો પર પણ કામ થઈ રહ્યું છે, જે ઝડપથી બનાવી શકાય અને સરળતાથી સ્થળાંતર કરી શકાય.
પશ્ચિમ સરહદો નજીક વધુ મજબૂત બંકરો અને રક્ષણાત્મક માળખું ઉભું કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. સાથે સાથે એરફિલ્ડ, હાઈવે અને વ્યૂહાત્મક રસ્તાઓ જેવી ડુઅલ–યૂઝ ઈન્ફ્રાસ્ટ્રકચર પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે પૂવાચલ એકસપ્રેસવે પર ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કર્યેા હતો. તેમાં સુ–૩૦એમકેઆઈ, જગુઆર, મિરાજ ૨૦૦૦ અને સી–૨૯૫ જેવા વિમાનો સામેલ થયા હતા. આ અભ્યાસનો હેતુ યુદ્ધ દરમિયાન હાઈવેનો એરસ્ટિ્રપ તરીકે ઉપયોગ કરી શકાય તેવો હતો.
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને સસ્તા ડ્રોનના ઝુંડ ભારત તરફ મોકલ્યા હતા. તેમાંથી પાઠ લઈને ભારત હવે હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરી રહ્યું છે. ડીઆરડીઓ હેઠળ સુદર્શન ચક્ર નામની રાષ્ટ્ર્રીય એર ડિફેન્સ શિલ્ડ પર કામ ચાલી રહ્યું છે. સાથે જ સેનાની આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
ભારત હવે મોટા પ્રમાણમાં કાઉન્ટર–ડ્રોન સિસ્ટમ ખરીદી રહ્યું છે. જૂની એલ૭૦ ગન જેવી પરંપરાગત હથિયાર પ્રણાલીઓને નવી એન્ટી–ડ્રોન ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેથી ઓછા ખર્ચે વધુ અસરકારક સુરક્ષા મળી શકે.
નિવૃત્ત એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ જણાવ્યું કે ભારત પાસે પહેલેથી જ મજબૂત હવાઈ સુરક્ષા વ્યવસ્થા છે, પરંતુ હવે વધુ આધુનિક રડાર અને સેન્સરોની જર છે, જે નાના ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઇલ સુધીની માહિતી ઝડપથી શોધી શકે.
ભારત વધુ એસ–૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવાની તૈયારીમાં છે. સાથે જ ડીઆરડીઓ પ્રોજેકટ કુશા નામની લાંબા અંતરની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આ સિસ્ટમ દેશના વ્યૂહાત્મક સ્થળોને હવાઈ હત્પમલાથી સુરક્ષિત રાખશે.
ગયા વર્ષે વાયુસેનાના વડાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ ૩૦૦ કિમી દૂર આવેલા પાકિસ્તાની એરબોર્ન પ્લેટફોર્મને ભારતીય મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની સફળ સર્ફેશ–ટુ–એર કિલ માનવામાં આવે છે. એકંદરે, ઓપરેશન સિંદૂર પછી ભારતે પોતાની રક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક, ટેકનોલોજી આધારિત અને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે