BREAKING NEWS

સ્પાઈસજેટને NCLT થી મોટી રાહત: કાનૂની વિવાદો ઉકેલીને નવી ઉડાન ભરવા એરલાઈન સજ્જ, વિમાનોની સંખ્યા વધારાશે

  • August 19, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય અને કાનૂની સંકટ સામે ઝૂઝી રહેલી એરલાઈન કંપની સ્પાસજેટ (SpiceJet) ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) તરફથી મોટી રાહત મળી છે. એરક્રાફ્ટ લેસર કંપની 'એવિયેટર એમએલ' (Aviator ML) દ્વારા પોતાની અરજી પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ટ્રિબ્યુનલે આ કેસને સત્તાવાર રીતે રદ કરી દીધો છે. આ નિર્ણય બાદ હવે કંપની પોતાના બાકીના 7 કેસોને પરસ્પર સંમતિથી ઉકેલીને પોતાના વિમાનોની સંખ્યા વધારવા અને એવિએશન સેક્ટરમાં શાનદાર વાપસી કરવા માટે તજવીજ હાથ ધરી રહી છે. આ અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.


સ્પાઈસજેટના મેનેજમેન્ટે NCLT ના આ નિર્ણયને પોતાના ખરાબ તબક્કાના અંતની શરૂઆત ગણાવતાં ખુલ્લા દિલથી આવકાર્યો છે. કંપનીએ સ્વીકાર્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તે અત્યંત મુશ્કેલ કાનૂની અને નાણાકીય સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. એવિયેટર એમએલ દ્વારા કેસ પાછો ખેંચવો તે એરલાઈન માટે સંજીવની સમાન સાબિત થયો છે. કંપનીનું માનવું છે કે કાનૂની વિવાદો પૂર્ણ થવાથી હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ફ્લાઈટ ઓપરેશન અને મુસાફરોની સેવા સુધારવા પર કેન્દ્રિત રહેશે.


બાકી રહેલા 7 કેસો પર શું થશે આગળનું કદમ?
એવિયેટર એમએલનો કેસ ઉકેલાઈ ગયા બાદ પણ સ્પાસજેટ સામે હજુ 7 અન્ય દાવો ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, જેના પર ટ્રિબ્યુનલ હવે આગળની કાનૂની સુનાવણી હાથ ધરશે. જોકે, આ નિર્ણયથી ઉત્સાહિત થયેલા સ્પાસજેટ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોર્ટની બહાર પોતાના તમામ ભાગીદારો સાથે પરસ્પર વાતચીત કરીને બાકીના 7 કેસોનો પણ સંતોષકારક ઉકેલ લાવવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે.


​​​​​​​મુસાફરો માટે નવી આશા
વિમાન સેક્ટરમાં જેટલી વધુ એરલાઈન્સ સક્રિય અને મજબૂત રહેશે, તેટલા જ હવાઈ મુસાફરો માટે વિકલ્પો વધશે અને ફ્લાઈટ ટિકિટના દર પણ સંતુલિત રહેશે. સ્પાસજેટ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે તમામ પડકારોને પાછળ છોડીને હવે તેમનું ધ્યાન એરલાઈનને ફરી પોતાના પગ પર મજબૂતીથી ઊભી કરવાનું છે. આ માટે કંપની પોતાના ઓપરેશનમાં વ્યાપક સુધારો કરવાની સાથે સાથે પોતાના તાબડામાં વિમાનોની સંખ્યા (Fleet Size) વધારવા પર ભાર મૂકી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application