BREAKING NEWS

રાજકોટ પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર: 42 પોલીસ કર્મીઓની આંતરિક બદલી...જાણો સંપૂર્ણ લીસ્ટ

  • August 10, 2026 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કાયદા-વ્યવસ્થાના માળખાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ પોલીસ સ્ટેશન કે બ્રાન્ચમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા કર્મચારીઓને બદલીને તંત્રમાં નવી ઊર્જા ઉમેરાશે.


રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કાયદા-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને વહીવટી સુધારાના ભાગરૂપે આજે વધુ ૪૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવાનો હુકમ કર્યો છે. એક જ સ્થળે કે પોલીસ સ્ટેશનમાં સતત ૩ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની યાદી તૈયાર કરીને આ બદલીઓ કરવામાં આવી છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન સ્થળેથી છૂટા થઈ નવી જગ્યાએ હાજર થવા કડક ફરમાન કરવામાં આવ્યું છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application