ઉનાળામાં લોકો લસ્સી, લીંબુ શરબત, મસાલેદાર છાશ, કાકડી, રાયતા જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ, ચટણી દરેક ઋતુમાં લોકોની પસંદ બનતી હોય છે, જે ભોજનનો સ્વાદ અનેક ગણો વધારી દે છે. ઋતુ પ્રમાણે વિવિધ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે. ઉનાળામાં ખાટા સ્વાદવાળી ચટણી વધુ પસંદ કરવામાં આવે છે. તો જાણીલો ઉનાળામાં બનાવી શકાય એવી પાંચ ચટણીની વાનગીઓ વિશે જે ફક્ત સ્વાદમાં તો શ્રેષ્ઠ છે જ સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે અને તાજગીનો અનુભવ પણ આપે છે.
ચટણી બનાવવામાં અવનવા મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ થતો હોય છે અને તેમાં ખૂબ ઓછું તેલ વપરાય છે. તેથી વજન વધવાનો ડર રહેતો નથી અને મોટાભાગની ચટણી બનાવવા માટે કાચી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી, પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.
ચટાકેદાર ફુદીનાની ચટણી
ઉનાળામાં ફુદીનાની ચટણીનો સ્વાદ અદ્ભુત લાગે છે. તેને દાળ-ભાત સાથે ખાઈ શકો છો અથવા તેને પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. ફુદીનાની ચટણી બનાવવા માટે પાંદડાને અલગ કરો અને તેને ધોઈ લો. લીલા મરચાં, જીરું, થોડું કાળું અને થોડું સફેદ મીઠું લો. ખાટા સ્વાદ માટે લીંબુ, આમલી અથવા કાચી કેરીનો ઉપયોગ કરો. બધી વસ્તુઓને સારી રીતે પીસી લો. ફુદીનાની ચટણી તૈયાર થઈ જશે.
ખાટી-મીઠી આમલીની ચટણી
આ ખાટી-મીઠી ચટણીને અલગ અલગ રીતે ખાઈ શકો છો. તેને બનાવવા માટે, આમલીને હુંફાળા પાણીમાં પલાળી રાખો અને પછી તેના બીજ કાઢી નાખો. સ્વાદ મુજબ થોડો ગોળ, સૂકું લાલ મરચું, થોડું કાળું મીઠું અને સફેદ મીઠું મિક્સ કરીને પીસી લો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ચટણી તૈયાર થયા પછી, એક ચમચી તેલ ગરમ કરો, તેમાં હિંગ અને જીરું ઉમેરીને ચટણીમાં વઘાર ઉમેરી દો. ચટણી તૈયાર.
કાચી કેરીની ચટણી
ઉનાળામાં કાચી કેરીની ચટણી પણ સ્વાદિષ્ટ લાગે છે. આ માટે કેરીને છોલીને તેના ટુકડા કરી લો. થોડો ગોળ, મીઠું, ફુદીનો, શેકેલું જીરું લો અને તેને પીસી લો. જો ઈચ્છો તો તેમાં રાયનો વઘાર કરીને તેને પણ ઉમેરી શકો છો.
સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન થેચા
મહારાષ્ટ્રીયન થેચા દરેક ઋતુમાં સ્વાદિષ્ટ લાગે છે. આ માટે લીલા ધાણા સમારી લો. લીલા મરચાંના ડીટીયા અલગ કરો. થોડી મગફળી લો. પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં મગફળી શેકો. તેની સાથે જીરું પણ શેકો અને બીજી બધી સામગ્રી પણ ઉમેરો. તેને થોડું રાંધ્યા પછી તેને બરછટ પીસી લો. પછી લીંબુનો રસ ઉમેરો. ખાટા સ્વાદ માટે લીંબુને બદલે કાચી કેરીને થેચા સાથે પીસી શકો છો.
ટામેટાની ચટણી
ઉનાળામાં ટામેટાની ચટણીનો સ્વાદ પણ અદ્ભુત હોય છે. આ માટે ટામેટાંના નાના ટુકડા કરો અને ડુંગળી પણ કાપો. થોડું લસણ અને લીલા મરચાં પણ સમારી લો. હવે એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો, તેમાં જીરું અને રાઈ ઉમેરો અને તેને તળો. ડુંગળી અને લસણને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો, પછી લીલા મરચાં ઉમેરો અને ટામેટાં નાખ્યા પછી સ્વાદ મુજબ મીઠું અને થોડુ લાલ મરચું પાવડર ઉમેરો અને ઢાંકીને રાંધો. આ ચટણી 10 મિનિટમાં તૈયાર થઈ જશે. જો ખાટો-મીઠો સ્વાદ પસંદ હોય તો થોડો ગોળ ઉમેરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMઆતંકીઓએ પાક. હથિયારોથી ગોળીબાર કર્યો'તો હુમલાની એનઆઈએની એફઆઈઆરમાં ખુલાસો
May 01, 2025 03:08 PMપાડોશીને ઉછીના નાણા પરત કરવાનો ચેક રિટર્ન થતા આરોપીને 1વર્ષની કેદ
May 01, 2025 02:55 PMઅકસ્માતનું નુકસાન માગી, હડધૂત કરવાના કેસમાં બે આરોપીનો છુટકારો
May 01, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech