BREAKING NEWS

ખંભાળીયામાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરનારની ધરપકડ

  • November 11, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળીયા વિસ્તારમાં બાટલામાં ગેસ રીફીલીંગ કરનાર એક શખ્સને ખાલી, ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે દ્વારકા એસઓજીની ટીમે પકડી લીધો હતો.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા જાહેર જીવના જોખમમાં મુકી ગેર કાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થો/વોસ્ફોટ થઈ શકે તેવી સામગ્રીની હેરાફેરી, સંગ્રહ કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા કે.કે. ગોહીલ, પોલીસ ઇન્સપેક્ટર, ઈન્ચા એસ.ઓ.જી,દેવભૂમિ દ્વારકા તથા કે એમ જાડેજા, પોલીસ સબ ઈન્સ., એસ.ઓ.જી,દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતી.


જે અનુસંધાને (૧) તારીખ ૧૧/૧૦/૨૦૨૫ના એસ.ઓ.જી. સ્ટાફના આસી.સબ ઈન્સ. હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાની, પોલીસ હેડ કોન્સ નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, હરદિપસિંહ હેમંતસિંહ જાડેજા, પોલીસ કોન્સ. વિજયસિંહ ઘેલુભા જાડેજા, ડ્રા.આસી.સબ ઈન્સ.લખમણભાઈ કરશનભાઈ આંબલીયા એ રીતેના સરકારી વાહન બોલેરો રજી.નં.જીજે-૩૭.જી-૪૪૯૯માં જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સાથેના પોલીસ હેડ કોન્સ. હરદિપસિંહ જાડેજા તથા એ.એસ.આઈ. લખમણભાઈ આંબલીયાને ખાનગી બાતમીદારોથી સંયુક્ત રીતે હકીકત મળેલ કે, અહીં શક્તિનગર  રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે એલ.પી.જી.ના સરકારની સબસીડીવાળા એલ.પી.જી ગેસના ભરેલ બાટલામાંથી કોમર્શીયલ ગેસના ખાલી બાટલા તથા નાના ૦૫ કિલોના બાટલાઓમાં રીફીલીંગ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.


શક્તિનગરમાં સતવારા સમાજની વાડીની સામે આવેલ "શ્રીજી નિવાસ", કારૂ એમ.નંદાણીયા. લખેલ બોર્ડવાળા એક રહેણાંક મકાનની સામે પહોંચતા ત્યાં રહેણાંક મકાનના દરવાજાની બાજુમાં એક લોખંડના સ્લાઈડર વાળો રૂમ આવેલ છે ત્યા હકિકત મુજબ કારાભાઈ મેરામણ અરજણભાઈ નંદાણીયા, આહીર, ઉ.વ.૪૫, ધંધો પાનની દુકાન(શ્રીજી પાન), રહે. હાલ મહાપ્રભુજીની બેઠકની બાજુમાં, શ્રીજી સાનિધ્ય, સોસાયટી ગેઈટની બાજુમાં, જામ ખંભાળીયા, તા.જામ ખંભાળીયા જાહેરમાં ગેસના ભરેલ બાટલામાંથી ઈલેક્ટ્રીક મોટર સાથે જોડેલ કમ્પ્રેસરમાં રબરની પાઈપ લગાવી તેમજ તે કમ્પ્રેસરમાં એક બીજી રબરની પાઈપ લગાવી અને તે બંન્ને પાઈપના એક છેડે રેગ્યુલેટર તથા બીજી પાઈપમાં લોખંડની નોઝલ ફીટ કરી ઘર વપરાશ માટેના ગેસના ભરેલ બાટલામાંથી કોમર્શીયલ ખાલી નાના/મોટા બાટલામાં ગેસ ભરવાનું કામ કરે છે.


જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેસનુ રીફીલીંગ કરી વેચાણ કરવા માટેનું ગેરકાયદેસર કૃત્ય કરી જાહેર જીવન જોખમમાં મુકવા અંગેનો ગંભીર ગુન્હો કરતો હોય જેથી મજકુર ઈસમના કબ્જામાંથી કી.રૂ.૫૮,૬૦૦/- ના મુદ્દામાલ કબ્જે લઈ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવેલ છે.
​​​​​​​

પોલીસે ભરેલ ૨ ગેસના બાટલા, ખાલી ૯ બાટલા, ૧૯ કીલોનો ૧ ખાલી બાટલો, સીલ તુટેલા ૫ બાટલા, સીલ તુટેલા ૧૫ કીલોના ૫ બાટલા, નાના ૬ ખાલી બાટલા, ૨ ભરેલ બાટલા, પ્લાસ્ટીકની પાઇપ, રેગ્યુલેટર, ઇલે. મોટર, નોઝલ વિગેરે મળી કુલ ૧૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application