તળાજા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન તળાજાના રામપરા રોડ પરથી તળાજા તરફ આવી રહેલી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૧૭૭ બોટલ કિંમત રૂપિયા ૫૧, ૯૭૮ની મળી આવતા કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૨, ૦૬, ૯૭૮ના મુદ્દામાલ સાથે તણાસા ગામના શખ્સને ઝડપી લઈ તેની પૂછતાછ કરતા દારૂનો જથ્થો ટીમાણા ગામના શખ્સે આપ્યો હોવાનું જણાવતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પેટ્રોલિંગમાં રહેલી તળાજા પોલીસને મળેલી બાતમીના આધારે તળાજાના રામપરા રોડ પર તળાજા તરફ આવી રહેલી કાર નંબર જી. જે. ૦૪સી આર ૪૨૪૭ને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશીદારૂની અલગ-અલગ મળી કિલો ૧૭૭ બોટલ કિંમત રૂપિયા ૫૧, ૯૭૮ ની મળી આવતા કાર કિંમત રૂપિયા ૧, ૫૦,, ૦૦૦ અને મોબાઈલ કિંમત રૂપિયા ૫, ૦૦૦ મળી કુલ રૂપિયા ૨, ૦૬, ૯૭૮ નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસને જોઈ ભાગવા જતાં ઝડપાયેલ ક્રિપાલસિંહ જયવંતસિંહ (ઉ. વ. ૨૨, રે. પોસ્ટ ઓફિસ સામે, તણાસા, તા.ઘોઘા, જિ. ભાવનગર)ની પૂછપરછ કરતા દારૂનો જથ્થો તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતો ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતરે ટીમાણા ગામની મુક્તિવાડા નામે ઓળખાતી જગ્યા પરથી કારમાં ભરી આપ્યાનું જણાવતા પોલીસે ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મકાનની કાયદેસરતા પૂરવાર કરવા માટે મૌખિક સુચના મળતા વધુ એક યુવાને કર્યો આપઘાત
May 01, 2025 03:23 PMસોઢાણામાં ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શો ઝડપાયા
May 01, 2025 03:22 PMમેદસ્વિતા ક્લિનિકનો દોઢ મહિનામાં ૬૦૦ જેટલા દર્દીઓએ લીધો લાભ
May 01, 2025 03:20 PMભારતની દરિયાદિલી: પાકિસ્તાની નાગરિકોની વાપસીની સમયમર્યાદા લંબાવવામાં આવી
May 01, 2025 03:19 PMરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech