શહેરના હનુમાન મઢી પાસે આવેલા છોટુનગર કોમ્યુનિટી હોલ પાસેથી એસ.ઓ.જીની ટીમ નામચીન શખસને દેશી બનાવટના તમંચા અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછતાછ કરતા તેને કેટલાક શખસો સાથે માથાકૂટ ચાલતી હોય જેથી હથિયાર સાથે રાખ્યું હોવાનું કહ્યું હતું. આ હથિયાર તેને યુપીની મહિલાએ આપ્યું હોવાની કબુલાત આપતા પોલીસે આ મહિલાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, એસઓજીપી આઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.બી.માજીરાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે છોટુનગર કોમ્યુનિટી હોલની સામે લીમડાના ઝાડ નીચે જાહેર રોડ પરથી ઈસ્માઈલ બસીરભાઇ અલાણા (ઉ.વ 33 રહે. છોટુનગર કોમ્યુનિટી હોલની સામે, શિવપરા શેરી નંબર-૩) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો તથા ત્રણ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા 5000 ની કિંમતનો તમંચો અને કાર્ટીસ કબજે કરી આ શખસ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપી ઈસ્માઈલ અલાના અગાઉ રાયોટ અને જાહેરનામા ભંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આરોપી હાલ શિવપરામાં વેલ્ડીંગની દુકાન ચલાવે છે. હથિયાર બાબતે તેની પૂછતાછ કરતા તેને કેટલાક શખસો સાથે માથાકૂટ ચાલતી હોવાથી આ હથિયાર સ્વ બચાવ માટે રાખ્યાનું રટણ કર્યું હતું. તેમજ આ હથિયાર તેને હાલ હનુમાન મઢી આસપાસના વિસ્તારમાં રહેતી મૂળ યુપીની મહિલા પાસેથી ખરીદયાની કબુલાત આપતા પોલીસે આ મહિલાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech