ધોરાજી, વીછિંયાના ચોરી ગુનામાં ફરાર ગાંધીધામ અને અંજારના શખસ ઝબ્બે
ધોરાજી, વીછિંયાના ચોરી ગુનામાં ફરાર ગાંધીધામ અને અંજારના શખસ ઝબ્બે
May 29, 2026 08:22 AM
ધોરાજી તાલુકા પોલીસે ધોરાજી અને વિછીયા પોલીસ સ્ટેશનના ચોરીના ચાર ગુનામાં ફરાર ગાંધીધામ અને અંજારના શખસને પકડી પાડી કાર્યવાહી કરી હતી. પ્રા વિગત.મુજબ, રાજકોટ રેન્જના આઈજી નિર્લિ રાય જીલ્લ ાના એસ.પી વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગ ધોરાજી સિમરન ભારદ્રાજએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ડો.એમ.એમ.ઠાકોરની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ધોરાજી અને વિછીયા પોલીસ સ્ટેશનના ચોરીના ચાર ગુનામાં નાસતા ફરતા શખસો અજય ધનજીભાઇ દેવીપુજક (રહે.ગાંધીધામ બી.એમ.પેટ્રોલપપં પાસે બી એસ એન એલ ઓફીસની બાજુમા ફુટપાથપર ગાંધીધામ,કચ્છ) અને માનસગં ઉર્ફે ડો ભચ્છુભાઇ કોલી (રહે.અંજાર નોટરી નગર વીડી રોડ કોળીવાસ અંજાર કચ્છ) તેમના ઘરે આવેલ છે. પોલીસે બાતમીના આધારે બંનેને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પઢીયાર, જગદિશભાઇ સુવાણ, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ મકવાણા, વાઘાભાઇ મોરી સાથે રહ્યા હતા