લોધીકાના પારડી ગામમાં શુક્રવાર રાત્રીના કણકોટના યુવાનની છરીના નવ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. રાજકોટમાં કાલાવડ રોડ પર કણકોટમાં રહેતા યુવાને દોઢ મહિના પૂર્વે લોધિકાના પારડી ગામે રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ યુવતીના પૂર્વ પ્રેમીએ યુવાનની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયા બાદ શાપર પોલીસે હત્યારાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મૂળ કણકોટની એકલવ્ય સોસાયટી મફતીયાપરામાં રહેતો રવિ દિલીપભાઈ મકવાણા (ઉ.વ 28) હાલમાં પારડી ગામે ભાડે રૂમ રાખી પત્ની પૂજા ઉર્ફે પૂનમ સાથે રહેતો હતો. શુક્રવાર રાત્રિના પારડીના પુલ પાસે રવિની લાશ મળી આવી હતી.જે હત્યામાં પોલીસે આરોપી દિલીપ ઉર્ફે ભાણો રામભાઈ ડાંગર (ઉ.વ 30 રહે. હાલ પાળ પીપળીયા રોડ, આનંદ રેસીડેન્સી પાસે મૂળ વાડાસડ તા. માણાવદર) ને ઝડપી લીધો હતો.
મૃતકના પિતા દિલીપભાઈ હીરાભાઈ મકવાણા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી દિલીપ અગાઉ પૂજા ઉર્ફે પ્રજ્ઞા સાથે સમજૂતી કરાર કરી રહેતો હતો. બાદમાં પૂજાને ફરિયાદીના પુત્ર રવિ સાથે પ્રેમ સંબંધ થઈ જતા બંને સાથે રહેવા લાગતા આ વાત દિલીપને પસંદ પડી ન હતી. તેણે રવિ તથા પ્રજ્ઞાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં ફરિયાદીના પુત્ર રવિ પર છરી વડે જીવલેણ હુમલો કરી આ હત્યા નીપજાવી હતી. હત્યારાને ઝડપી લેવાની આ કામગીરીમાં ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાની રાહબરી હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણા તથા ટીમ સાથે રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાઉસફુલ 5'ની સફળતા વચ્ચે અક્ષય પરિવાર સાથે વેકેશન એન્જોય કરવા રવાના
June 17, 2025 11:49 AMજીઆઇડીસીમાંથી રૂ.૧.૩૫ કરોડના વેરાની વસુલાત કરતું કોર્પોરેશન
June 17, 2025 11:40 AMપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech