BREAKING NEWS

માણાવદર પોલીસે સાત મોબાઈલ,ચોરાયેલા સોના–ચાંદીના દાગીના મૂળ માલિકોને સુપરત કર્યા

  • July 06, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદર પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે અંતર્ગત ટેકનોલોજીના શ્રે  ઉપયોગથી શોધી કાઢેલા ૭ કિંમતી મોબાઈલ ફોન અને ઘરફોડીના ગુનામાં કબ્જે કરેલા સોના–ચાંદીના કિંમતી દાગીના કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ માલિકો તેમજ ફરિયાદીઓને પરત સોંપી પ્રામાણિકતા અને કર્તવ્યનિ ાનું ઉત્તમ ઉદાહરણ પૂં પાડું છે.
માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકોના મોબાઈલ ફોન ગુમ થવા અથવા રસ્તામાં પડી જવા અંગે મળેલી અરજીઓ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. માણાવદરના પીઆઇ જે.બી. પટેલ તથા પોલીસ પીએસઆઇ ડી.કે. ઝાલાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ અને આઈટી એકસપર્ટની ટીમે કેન્દ્ર સરકારના '' પોર્ટલનો ટેકનિકલ ઉપયોગ કર્યેા હતો. સઘન ટ્રેકિંગના અંતે પોલીસે જુદી જુદી કંપનીના કુલ ૭ મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત . ૧,૧૭,૫૦૦– થાય છે, તે શોધી કાઢીને તેના અસલી માલિકોને સુપ્રત કર્યા હતા.
મોબાઈલ ફોન ઉપરાંત, માણાવદર પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ઘરફોડીના ગુના ( કલમ ૩૦૫, ૩૩૧(૩), ૬૧(૨)) અંતર્ગત ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલો કિંમતી મુદ્દામાલ પણ પરત કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટના આદેશ અનુસાર, કબ્જે કરાયેલા મુદ્દામાલ જેમાં ૧ સોનાનો હાર, ૨ નગં સોનાની બુટી, ૧ સોનાની વીંટી, ૫ નગં સોનાના દાણા તેમજ ચાંદીના સિક્કા, સાંકળા અને કડલી સહિતના તમામ કિંમતી દાગીના મૂળ ફરિયાદીને સોંપવામાં આવ્યા હતા.
પોતાનો ગુમ થયેલો કિંમતી મોબાઈલ ફોન અને ચોરી થયેલા સોના–ચાંદીના દાગીના લાંબા સમય પછી સુરક્ષિત હાલતમાં પરત મળતા મૂળ માલિકો અને ફરિયાદીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. મધ્યમવર્ગીય પરિવારો માટે તેમનો કિંમતી સામાન પરત અપાવવા બદલ તમામ નાગરિકોએ માણાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ
અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News