ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ,દિવાળી પર 'સિંઘમ અગેન'ને ટક્કર આપશે આ ફિલ્મ
તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.
'સિંઘમ અગેન' બાદ હવે હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં રૂહ બાબા તરીકે કાર્તિક આર્યન, મંજુલિકા તરીકે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત, રૂહ બાબાની ગર્લફ્રેન્ડ તૃપ્તિ દિમરીની ઝલક બતાવવામાં આવી છે. આ સિવાય વિજય રાજ અને રાજપાલ યાદવ પણ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોને માધુરી દીક્ષિતનો કેમિયો ફની લાગી રહ્યો છે. માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન વચ્ચેની લડાઈ જોઈને કેટલાક લોકો ઉત્સાહિત થઈ ગયા છે. કેટલાક લોકો કાર્તિક આર્યનના કોમિક ટાઈમિંગના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા છે જેમને એક્શન ડ્રામા ફિલ્મ 'સિંઘમ અગેન'ના ટ્રેલરની સરખામણીમાં હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર નિસ્તેજ
કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન' પણ 1લી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે 1લી નવેમ્બરે બોક્સ ઓફિસ પર કાર્તિક આર્યન અને અજય દેવગન વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech