BREAKING NEWS

માણાવદરમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા

  • June 30, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા

આમ આદમી પાર્ટીના અગ્રણી અને કાર્યકર રાજુ બોરખતરીયાની આગેવાની હેઠળ માણાવદર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ પદયાત્રા માણાવદરના સિનેમા ચોકથી શરૂ થઈને ગાંધી ચોક સુધી યોજવામાં આવી હતી. પદયાત્રા પદયાત્રામાં પાર્ટીના તાલુકા પ્રમુખ રાજુભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય અંજલીબેન કારાભાઈ ભાટુ, હરેશભાઈ કણસાગરા, વિભાબેન કણસાગરા, જીવાભાઈ મારડીયા, કારાભાઈ ભાટુ, તેમજ અન્ય તમામ ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ એકસૂરે ચૈતરભાઈ વસાવા પર ચાલી રહેલી કાનૂની કાર્યવાહી સામે પોતાનો રોષ વ્યકત કર્યેા હતો. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર થયેલા કથિત કેસો અને તેના સંદર્ભમાં આવેલા જજમેન્ટનો વિરોધ કરવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News